Vijay Mallya Contempt Case: સુપ્રીમ કોર્ટે વિજય માલ્યાને કેટલો ફટકાર્યો દંડ અને શું સંભળાવી સજા, જાણો શું છે મામલો
Vijay Mallya: સુપ્રીમ કોર્ટે 4 મહિનાની જેલની સજા સંભળાવી અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા પર 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો
Vijay Mallya News: સુપ્રીમ કોર્ટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાને 4 મહિનાની જેલની સજા સંભળાવી અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો. માલ્યા 2017માં કોર્ટની અવમાનનાના દોષી સાબિત થયો હતો. આ મામલે સજા સંભળાવામાં આવી છે. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, જો દંડ નહીં ભરાય તો 2 મહિનાની વધારાની સજા થશે. આ સિવાય વિજય માલ્યાને પણ 4 સપ્તાહમાં વિદેશમાં ટ્રાન્સફર કરવામાં આવેલા 40 મિલિયન ડોલર ચૂકવવાનો કડક આદેશ આપવામાં આવ્યો હતો.
જાણકારી અનુસાર સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેંચે આ ચુકાદો આપ્યો છે. જેમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાનો સમાવેશ થાય છે. માલ્યાએ વિદેશી ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવા અંગે કોર્ટને ખોટી માહિતી તો આપી જ છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી કોર્ટમાં હાજર ન થઇને કોર્ટની અવમાનનાને પણ વધુ વધારી દીધી છે. માલ્યાને સુપ્રીમ કોર્ટે 2017માં અવમાનનાના દોષી ઠેરવ્યા હતા.
કોર્ટે બચાવ કરવાની આપી હતી છેલ્લી તક
સુપ્રીમ કોર્ટે 10 ફેબ્રુઆરીએ સુનાવણી મુલતવી રાખતા માલ્યાને પોતાનો બચાવ કરવાની છેલ્લી તક આપી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો આગામી સુનાવણીમાં દોષી હાજર નહીં થાય અથવા તેના વકીલ મારફતે પક્ષ નહીં રાખે તો સજા અંગેની કાર્યવાહી રોકવામાં આવશે નહીં. હકીકતમાં, ડિએગો સોદાના 40 મિલિયન ડોલર તેના બાળકોના વિદેશી ખાતાઓમાં સ્થાનાંતરિત કરવા અને તેની સંપત્તિની સચોટ વિગતો ન આપવા બદલ તેને અવમાનના દોષી ઠેરવવામાં આવ્યા હતા.
વિજય માલ્યા છે યુકેમાં
માલ્યા યુનાઇટેડ કિંગડમમાં કેટલીક કાયદાકીય તરકીબો અપનાવીને રહે છે. તેણે ત્યાં ગુપ્ત કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. જાણકારી અનુસાર, યુકે સરકારે ન તો ભારત સરકારને આ પ્રક્રિયામાં એક પક્ષકાર બનાવી છે કે ન તો તેની જાણકારી શેર કરી છે. આ કારણે અત્યાર સુધી માલ્યાને ભારત લાવવામાં આવ્યો નથી.
Supreme Court awards 4-month jail sentence and imposes Rs 2000 fine on fugitive businessman Vijay Mallya who was found guilty of contempt of court in 2017 for withholding information from the court pic.twitter.com/Z8zP5P8qdf
— ANI (@ANI) July 11, 2022