શોધખોળ કરો

SEBI Warning: SEBI ની ચેતવણી, નકલી FPI ટ્રેડિંગ સ્કીમથી રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર

SEBI Warning: સેબીએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ શેરબજારમાં રોકાણકારોને ઓનલાઈન ટ્રેડિંગ કોર્સ, સેમિનાર અને મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા લલચાવે છે.

SEBI Warning: સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ રોકાણકારોને ચેતવણી આપતા એવા લોકોથી સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે કે જે પોતાને સેબી પાસે રજિસ્ટર્ડ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (Foreign Portfolio Investors )ના કર્મચારી અથવા તેની સાથે જોડાયેલ હોવાનું કહીને ટ્રેડિંગ સંબંધિત વચન આપી રહ્યા છે. સેબીએ જણાવ્યું હતું કે કેટલીક રાહતો સિવાય FPI રોકાણનો માર્ગ ભારતીય રહેવાસીઓ માટે ઉપલબ્ધ નથી.

સેબીએ 26 ફેબ્રુઆરી 2024ના રોજ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે તેને આવા ઘણા નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મની ફરિયાદો મળી છે જે દાવો કરે છે કે તેઓ સેબી પાસે નોંધાયેલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સાથે સંકળાયેલા છે. ઉપરાંત, આ લોકો રોકાણકારોને એફપીઆઈ અથવા એફઆઈઆઈ સબ-એકાઉન્ટ્સ અથવા ઇન્સ્ટીટ્યૂશન એકાઉન્ટ્સથી ટ્રેડિંગની લાલચ આપી રહ્યા છે.

સેબીએ જણાવ્યું હતું કે છેતરપિંડી કરનારાઓ શેરબજારમાં રોકાણકારોને ઓનલાઈન ટ્રેડિંગ કોર્સ, સેમિનાર અને મેન્ટરશિપ પ્રોગ્રામ દ્વારા લલચાવે છે. આ માટે આ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ અથવા ટેલિગ્રામ તેમજ લાઈવ બ્રોડકાસ્ટનો ઉપયોગ કરે છે.

SEBIએ જણાવ્યું હતું કે SEBI સાથે નોંધાયેલ FPIsના કર્મચારીઓ અથવા સહયોગી તરીકે આ લોકો રોકાણકારોને એવી એપ્લિકેશનો ડાઉનલોડ કરવા પ્રેરિત કરે છે જે તેમને કોઈપણ સત્તાવાર ટ્રેડિંગ અથવા ડીમેટ ખાતા વિના શેર ખરીદવા, IPOમાં અરજી કરવા તેમજ સંસ્થાકીય ખાતાના લાભોનો આનંદ માણવા માટે પ્રેરિત કરે છે. ખોટા નામે નોંધાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેમની યોજનાઓ પાર પાડે છે.

સેબીએ કહ્યું કે સામાન્ય લોકો માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે SEBI (ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ) રેગ્યુલેશન્સ 2019 માં મર્યાદિત અપવાદો સિવાય FPI રૂટ ભારતીય રહેવાસીઓ માટે નથી. સેબીએ જણાવ્યું હતું કે ટ્રેડિંગમાં સંસ્થાકીય ખાતાની કોઈ જોગવાઈ નથી અને ઈક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ માટે રોકાણકારોએ સેબીમાં નોંધાયેલા બ્રોકર ટ્રેડિંગ મેમ્બર અને ડીપી સાથે ટ્રેડિંગ અને ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે.                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget