શોધખોળ કરો
શેરબજારમાં દિવાળી, બે દિવસમાં સેન્સેક્સમાં 3000 પોઇન્ટનો ઉછાળો, રોકાણકારોની સંપત્તિમાં થયો અધધ વધારો
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરેલા ઘટાડાની જાહેરાત બાદ શેરબજારમાં ફેસ્ટિવ મૂડ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીએસટીના દરમાં ઘટાડો અને ટ્રેડ વોર ઠંડુ પડી રહ્યા હોવાના મળેલા સંકેતોની અસર માર્કેટ પર જોવા મળી છે.

મુંબઈઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કોર્પોરેટ ટેક્સમાં કરેલા ઘટાડાની જાહેરાત બાદ શેરબજારમાં ફેસ્ટિવ મૂડ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીએસટીના દરમાં ઘટાડો અને ટ્રેડ વોર ઠંડુ પડી રહ્યા હોવાના મળેલા સંકેતોની અસર માર્કેટ પર જોવા મળી છે. નાણામંત્રીની જાહેરાત બાદ બે દિવસમાં શરેબજારમાં આશરે 3000 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં બે દિવસમાં 10.50 લાખ કરોડ રૂપિયાથી વધારેની કમાણી કરી છે.
આજે સેન્સેક્સ 1075.41 અંકના વધારા સાથે 39,090.03 પર બંધ રહ્યો. નિફ્ટી પણ 329.20 અંકના વધારા સાથે 11,603.40 પર બંધ રહી. ગત સત્રના કારોબારમાં શુક્રવારે સેન્સેક્સ 1921.15 અંકના ઉછાળા સાથે 39,014.62 પર બંધ રહ્યો હતો. આ રીતે બે કારોબારી સત્રમાં સેન્સેક્સમાં આશરે 3000 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. બે સત્રની તેજી બાદ નિફ્ટીની માર્કેટ કેપમાં આશરે 7 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
દેશના અર્થતંત્રમાં છેલ્લા થોડા સમયથી મંદીનો માહોલ હતો. જે બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સવારે સાડા દસ વાગે કરેલી જાહેરાત બાદ અચાનક તેજી આવી હતી. જે બજાર માટે બૂસ્ટર ડોઝ સાબિત થઈ છે.
India vs South Africa: હાર્દિક પંડ્યાનો કેચ પકડીને ડેવિડ મિલરે મેળવી મોટી સિદ્ધિ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
