શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બજેટ પહેલા જ સેન્સેક્સ-નિફ્ટીમાં કડાકો, જાણો 6 દિવસમાં રોકાણકારોએ કેટલા લાખ કરોડની સંપત્તિ ગુમાવી
આર્થિક સર્વેમાં જીડીપીનો પોઝિટીવ અંદાજ મુકાયો હોવા છતાં બજારમાં તેને લઈને રોકાણકારોમાં કોઈ ઉત્સાહ ન હતો.
સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારો ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સ 589 અંક ઘટીને 46,286 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 183 અંક ઘટીને 13635 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, મારુતિ સુઝુકી, ભારતી એરટેલ, NTPC, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ થયા હતા. ડો.રેડ્ડી લેબ્સ 5.56 ટકા ઘટીને 4605.00 પર બંધ થય હતો. મારુતિ સુઝુકી 4.78 ટકા ઘટીને 7223.90 પર બંધ થયો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, ICICI બેન્ક, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ થયા હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 5.44 ટકા વધી 846.25 પર બંધ થયો હતો. સન ફાર્મા 3.91 ટકા વધી 586.45 પર બંધ થયો હતો.
બજેટ પહેલા છેલ્લા છ દિવસથી સેન્સેક્સમાં આવેલ ઘટાડાને પગલે રોકાણકારોના 11.36 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા છે. આર્થિક સર્વેમાં જીડીપીનો પોઝિટીવ અંદાજ મુકાયો હોવા છતાં બજારમાં તેને લઈને રોકાણકારોમાં કોઈ ઉત્સાહ ન હતો.
28 જાન્યુઆરીએ સેન્સેક્સ 535.57 અંકના ઘટાડા સાથે 46,874.36 પર અને નિફ્ટી 150 અંક ઘટી 13,817.55 પર બંધ થયું હતું. એનએસઈના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોઓ ચોખ્ખી 3712.51 કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી જ્યારે ઘરેલુ રોકાણકારોએ 1736 કરોડ રૂપિયાની છોખ્ખી ખરીદી કરી હતી.
ગઈકાલે એક જ દિવસમાં સેન્સેક્સમાં આવેલ કડાકાને પગલે બીએસઈ સેન્સેક્સનું માર્કેટ કેપ 2.06 લાખ કરોડ રૂપિયા ઘટીને 186.12 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. છેલ્લા છ દિવસમાં બીએસઈનું માર્કેટ કેપ 197.70 લાખ કરોડની ટોચ પર હતું જેમાં 11.63 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion