Share Market Closing: પડતર દિવસે બજાર પડ્યુ, સેન્સેક્સ 325 પૉઇન્ટ ગગડ્યો, નિફ્ટી પણ 82 પૉઇન્ટ ડાઉન
દિવાળીની બીજા દિવસે બજારમાં સુસ્તી જોવા મળી રહી છે, પડતર દિવસે પણ શેર બજાર ઊંધા માથે પટકાયુ હતુ,
Share Market Closing on 13th November 2023: દિવાળીની બીજા દિવસે બજારમાં સુસ્તી જોવા મળી રહી છે, પડતર દિવસે પણ શેર બજાર ઊંધા માથે પટકાયુ હતુ, આજે ભારતીય ભારતીય શેરબજારોમાં તમામ ઇન્ડેક્સ ડાઉનમાં કારોબારો કરી રહ્યાં હતા. સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે અને નિફ્ટી 19500ની નીચે સરકી ગયો છે. ગઈકાલે સાંજે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન રોકાણકારોએ જોરદાર ખરીદી કરી હતી અને બજાર સારા ઉછાળા સાથે બંધ થયું હતું, પરંતુ આજે દિવસભરનું બજાર સુસ્ત રહ્યું હતુ.
શેર બજારમાં બીએસઇ ઇન્ડેક્સ આજે કારોબારી દિવસના અંતે 0.50 ટકાના ઘટાડા સાથે 325.58 પૉઇન્ટ ગગડ્યો અને 64,933.87એ બંધ રહ્યો હતો. આ સાથે નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કારોબારી દિવસના અંતે એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટી 0.42 ટકાના ઘટાડા સાથે 82 પૉઇન્ટના ઘટાડા સાથે 19,443.55એ બંધ રહ્યો હતો, આમા બન્ને મુખ્ય સૂચકાંકમાં જોરદાર કડાડો જોવા મળ્યો હતો, પડતર દિવસના દિવસે બજાર પડ્યુ હતુ.
પડતર દિવસે કારોબારી સત્રમાં બજારમાં નફાવસૂલી, ભારે ઘટાડા સાથે બંધ થયુ બજાર
રવિવાર, નવેમ્બર 12, 2023એ દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગમાં ખૂબ જ વેગ સાથે બંધ થયા પછી બીજા દિવસે 13 નવેમ્બર અને નવા સંવત 2080ના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં રોકાણકારો અત્યંત નિરાશ થયા હતા. પ્રૉફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. આ ઘટાડો IT અને FMCG શેરોમાં ઘટાડાને કારણે થયો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 325 પોઈન્ટના ઘટાડા સાથે 64,934 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 82 પોઈન્ટના ઘટાડા સાથે 19,443 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી મીડિયા, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે એનર્જિસ મેટલ્સના શેરના શેર ઉછાળા સાથે બંધ થયા હતા. નિફ્ટીનો મિડ કેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો હતો જ્યારે સ્મૉલ કેપ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 શેર ઉછાળા સાથે અને 16 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 14 શેર વધ્યા અને 36 ઘટીને બંધ થયા.