સેન્સેક્સમાં અને નિફ્ટીમાં જોરદાર તેજી, ટ્રંપના આ નિર્ણયથી શેર બજારમાં રોનક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ રેટમાં 90 દિવસની રાહતની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે.

Share Market Opening 11th April, 2025: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ રેટમાં 90 દિવસની રાહતની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 988.34 પોઈન્ટના વધારા સાથે 74,835.49 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 296.25 પોઈન્ટના વધારા સાથે 22,695.40 પોઈન્ટ પર ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે આ સપ્તાહે ભારતીય બજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. આ અઠવાડિયે સોમવારે મોટા ઘટાડા બાદ મંગળવારે બજારમાં રિકવરી જોવા મળી હતી. પરંતુ બુધવારે બજારમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે મહાવીર જયંતિ નિમિત્તે શેરબજાર બંધ રહ્યું હતું.
સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓએ લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું
શુક્રવારે સેન્સેક્સની 30 માંથી 28 કંપનીઓના શેર લીલા નિશાનમાં ખુલ્યા હતા, જ્યારે બાકીની 2 કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા હતા. બીજી તરફ, નિફ્ટી 50ની તમામ 50 કંપનીઓના શેરે ઉછાળા સાથે લીલા નિશાનમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આજે સેન્સેક્સ કંપનીઓમાં સન ફાર્માના શેર સૌથી વધુ 4.80 ટકાના વધારા સાથે અને TCSના શેર સૌથી વધુ 0.10 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
ટાટા મોટર્સ અને ટાટા સ્ટીલમાં પણ જોરદાર ઉછાળો આવ્યો
આ સિવાય આજે ટાટા મોટર્સના શેર 3.52 ટકા, ટાટા સ્ટીલ 2.79 ટકા, ટેક મહિન્દ્રા 2.15 ટકા, એચડીએફસી બેન્ક 1.84 ટકા, ઇટર્નલ 1.84 ટકા, ઇન્ફોસીસ 1.77 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.70 ટકા, અદાણી 5 ટકા, ફિનજા 5 ટકા, 6.5 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. ટાઇટન 1.57 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.57 ટકા, બજાજ ફિનસર્વ 1.49 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.43 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 1.41 ટકા, ભારતી એરટેલ 1.41 ટકા, એચસીએલ ટેક 1.17 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 1.06 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.06 ટકા,પાવર ગ્રીડ 1.01 ટકા વધારા સાથે ખુલ્યા હતા.
આજે શુક્રવારે એનટીપીસી, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી, એશિયન પેઈન્ટ્સ અને એક્સિસ બેંકના શેર પણ ઉછાળા સાથે ખુલ્યા હતા.
9 એપ્રિલે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 78 દેશોને ટેરિફ રાહતની જાહેરાત કરી હતી. વિશ્વભરના બજારો પર તેની સકારાત્મક અસર જોવા મળી હતી. ભારતમાં તેની અસર 11મી એપ્રિલે જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી સહિતના મુખ્ય બજાર સૂચકાંકોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. અગાઉ, ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકા સહિત વિશ્વભરના બજારોમાં મોટો ઘટાડો થયો હતો. હમણાં માટે, ટેરિફ દૂર કરવામાં આવી છે. પરંતુ, 90 દિવસ પછી શું થશે ?

