શોધખોળ કરો
Advertisement
શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પહેલીવાર 39,000ને ક્રોસ, જાણો વિગત
મુંબઈ: 2019ના નાણાંકીય વર્ષની શરૂઆતમાં શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે તીવ્ર વધારો જોવા મળ્યો હતો. જેમાં આજે શેરબજારમાં નવી ટોચ પર પહોંચ્યો છે. સોમવારે સેન્સેક્સ પ્રથમ વખત 39,000ના સ્તરે પહોંચી ગયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 185.97 પોઈન્ટ વધીને 38,858.88 પોઈન્ટ વધ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 416 પોઈન્ટ વધીને 11,665.20 પર ખૂલ્યો હતો.
આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે વ્યાજના દરોમાં ઘટાડો કરવાના રિઝર્વ બેંકના નિર્ણય દ્વારા રોકાણકારો ઉત્સાહિત છે. હકારાત્મક વિદેશી સિગ્નલો અને સ્થાનિક ચલણ, મજબૂત રીતે બજારને સમર્થન આપે છે અને તે ખૂબ જ શ્રેષ્ઠ હોવાનું માનવામાં આવે છે.
સવારે સેન્સેક્સ 335 પોઈન્ટના ઉછાળા સાથે 39,000ની સપાટીએ પહોંચ્યો ત્યારે આશરે 10:18 વાગ્યા હતા. નિફ્ટી પણ રેકોર્ડ ઊંચાઇએ 11,700ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે સેન્સેક્સ 9 ઓગસ્ટ, 2018ના રોજ પ્રથમ વખત, 38,000ના ઉપર ગયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement