Share Market Update: બજાર માટે આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થઈ રહ્યો છે, સેન્સેક્સ 1000 પોઈન્ટ ડાઉન
યુએસ રોકાણકારો યુએસ સીપીઆઈ ડેટાની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં મોંઘવારી વધવાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે.
Share Market Update: શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારોની ભારે વેચવાલીથી મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 1,000 પોઈન્ટ્સ ડાઉન થયો છે, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી લગભગ 300 પોઈન્ટ તૂટ્યો છે. BSE સેન્સેક્સ હાલમાં 1,071 પોઈન્ટના ઘટાડા સાથે 54,249 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે જ્યારે NSE નિફ્ટી 283 પોઈન્ટના ઘટાડા સાથે 16,195 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
બેન્કિંગ આઈટી શેરોમાં ઘટાડો
સૌથી વધુ વેચવાલી જોવા મળી રહેલા બેંકિંગ અને આઈટી સેક્ટરના શેરોમાં. શેરબજારમાં કડાકો થવામાં આ બન્ને સેક્ટરનો ફાળો મોટો છે. વાસ્તવમાં જો દુનિયાભરના દેશોના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો મોંઘવારી પરેશાન કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ચિંતા યથાવત છે. આ કારણોસર બજારમાં દબાણ છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાં સતત વેચાણ કરી રહ્યા છે. આ કારણે ડોલર સામે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.
છૂટક ફુગાવાના ડેટાની રાહ જોવાઈ રહી છે
સોમવારે, આંકડા મંત્રાલય મે મહિના માટે છૂટક ફુગાવાના ડેટા જાહેર કરશે, જેના પર બજાર દ્વારા નજર રાખવામાં આવશે. એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર 7.79 ટકા હતો, જે આઠ વર્ષમાં સૌથી વધુ છે.
યુએસ ફુગાવાના ડેટા જાહેર કરવામાં આવશે
યુએસ રોકાણકારો યુએસ સીપીઆઈ ડેટાની રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં મોંઘવારી વધવાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. જેના કારણે બજારમાં નબળાઈ જોવા મળી રહી છે.
રોકાણકારોને 4 લાખ કરોડનું નુકસાન થયું
શેરબજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને મોટું નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ લગભગ રૂ. 4 લાખ કરોડ ઘટીને રૂ. 251.72 લાખ કરોડ થયું છે.