શોધખોળ કરો
Advertisement
FD અને SIPમાં ક્યો વિકલ્પ છે રોકાણ માટે બેસ્ટ? જાણો વિગતે
ફિક્સ્ડ ડિપોઝિટિમાં તમે કોઈપણ બેંક અથવા કોઈપણ કંપનીમાં એક નક્કી સમય સુધી રોકાણ કરી શકો છો.
નવી દિલ્હીઃ જ્યારે વાત રોકાણની આવે છે ત્યારે મોટા ભાગના લોકો એ વાતને લઈને મુંઝવણમાં રહે છે કે રોકાણ ક્યાં કરવું? તે એ પણ ઇચ્છે છે કે જ્યાં પણ રોકાણ કરવામાં આવે તે સુરક્ષિત હોય અને વળતર પણ સારું મળે. કોઈ કહે છે કે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી લો, તો કોઈ કહે કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરાવી લો સારું વળતર મળશે. જોકે આ બન્ને વિકલ્પોમાંથો કોઈ ખોટા નથી. ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એપડી એક અલગ રોકાણની રીત છે અને મ્યુચ્યુઅલ ફંડમાં SIP અલગ રીત છે.
FD શું હોય છે?
ફિક્સ્ડ ડિપોઝિટિમાં તમે કોઈપણ બેંક અથવા કોઈપણ કંપનીમાં એક નક્કી સમય સુધી રોકાણ કરી શકો છો. જ્યારે તેની મેચ્યોરિટી થાય છે ત્યારે વ્યાજ સાથે રકમ પરત મળે છે. ફિક્સ્ડ ડિપોઝિટને રોકાણની એક સરળ અને સુરક્ષિત રીત માનવામાં આવે છે, જેને મોટેભાગે રિટાયર્ડ લોકો પસંદ કરે છે, કારણ કે તેમની જોખમ લેવાની ક્ષમતા ઓછી હોય છે. તેમના માટે આ એક સારી ફિક્સ આવક મેળવવાની રીત છે. તેમાં તમે તમારી અનુકૂળતા અને જરૂરત પ્રમાણે વ્યાજને એક સાથે અથવા બાદમાં પણ લઈ શકો છો અને દર મહિને પણ લઈ શકો છો.
SIP શું છે?
Systematic Investment plan અથવા SIP મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની એક રીત છે. તેમાં તમે તમારી ક્ષમતા અનુસાર દર મહિને કેટલાક રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં લગાવો છો. આ એક ટાર્ગેટ આધારિત રોકાણ છે. જેમાં કોઈને 5 વર્ષ પછી કેટલી રકમ જોઈએ છે તો તે આજે જ કેટલાક રૂપિયાની SIP દ્વારા રોકાણ કરશે એ પહેલેથી જ તૈયારી કરીને ચાલે છે. ઘર ખરીદવા, ગાડી ખરીદવા, અભ્યાસના ટાર્ગેટ પ્રમાણે અલગ અલગ એસઆઈપી હોય છે. તેની સૌથી ખાસ વાત એ હોય છે કે જોખમ ક્ષમતા અનુસાર તમે કેટેગરી પણ પસંદ કરી શકો છો. જો વધારે જોખમ લેવાની ક્ષમતા હોય તો ઇક્વિટી ફંડ્સ, ઓછી જોખમ ક્ષમતા હોય તો ડેટ ફંડ્સ અને મધ્યમ જોખમ ક્ષમતા હોય તો હાઈબ્રિડ ફંડ્સ પસંદ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement