શોધખોળ કરો
Advertisement
Skoda લૉન્ચ કરવા જઇ રહી છે આ દમદાર SUV કાર, ખાસિયતો છે એકદમ હટકે
સ્કૉડા ઓટો ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, સ્કૉડા કુશાકની રજૂઆતની સાથે કેટલાક અન્ય વાહનોને માર્કેટમાં ઉતારવાનો રસ્તો સાફ થશે, જેને આગામી 18 મહિનાઓમાં લૉન્ચ કરવામાં આવવાના છે
નવી દિલ્હીઃ ઓટો મેન્યૂફેક્ટરર સ્કૉડાએ કહ્યું કે, તે પોતાની મિડ સાઇઝ SUV Kushak નુ લૉન્ચિંગ 2021ની બીજી ત્રિમાસિકમાં કરશે, જે ફૉક્સવેગન ગૃપની ઇન્ડિયા 2.0 પ્રૉજેક્ટ અંતર્ગત ડેવલપ કરવામાં આવેલી પહેલી ગાડી છે. સ્કૉડા ઓટો ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, સ્કૉડા કુશાકની રજૂઆતની સાથે કેટલાક અન્ય વાહનોને માર્કેટમાં ઉતારવાનો રસ્તો સાફ થશે, જેને આગામી 18 મહિનાઓમાં લૉન્ચ કરવામાં આવવાના છે.
2021ની બીજી ત્રિમાસિકે થશે લૉન્ચ
કંપનીએ જણાવ્યુ કે નવા લૉન્ચિંગ સ્થાનિક એમક્યૂબી એ0 ઇન મંચ પર આધારિત પહેલી કાર હશે, અને કોડિયાક, કારોક અને કામીક જેવી કંપનીઓની પ્રીમિયમ એસયુવી જેવો અનુભવ આપશે. કંપનીએ જણાવ્યુ કે કુશાકને 2021ની બીજી ત્રિમાસિક સુધી લૉન્ચ કરવામાં આવશે.
આ છે ખાસિયતો....
સ્કૉડા ઓટો ઇન્ડિયાના નિદેશક જેક હૉલિસે કહ્યું કે નવી સ્કૉડા કુશાક બેસ્ટ ડિઝાઇન, જબરદસ્ત દેખાવ, બેસ્ટ બિલ્ડ ક્વૉલિટી, આકર્ષક કિંમત અને એડવાન્સ્ડ પ્રૉટેક્શન જેવી ખાસિયતો વાળી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion