શોધખોળ કરો
Advertisement
ભાડાની 10 ટકા રકમ ચૂકવીને ફ્લાઈટની ટિકિટ બુક કરાવી શકાશે, IndiGoએ લોન્ચ કર્યું ‘ફ્લેક્સ ફેયર’
ઈન્ડિગોએ મુસાફરો માટે ડોમેસ્ટિક ટિકિટ બુકિંગમાં એક નવું ઓપ્શન ‘ફ્લેક્સ પે’ લાગુ કર્યું છે.
નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઈન્સા મુસાફરો હવે ભાડાની 10 ટકા રકમ ચૂકવીને ટિકિટ બુક કરાવી શકશે. ઈન્ડિગોએ મુસાફરો માટે ડોમેસ્ટિક ટિકિટ બુકિંગમાં એક નવું ઓપ્શન ‘ફ્લેક્સ પે’ લાગુ કર્યું છે. જેના પ્રમાણે હવે યાત્રીઓ ભાડાની માત્ર 10 ટકા રકમ ચૂકવીને ટિકિટ બુક કરી શકાશે અને બાકીના પૈસા બુકિંગના 15 દિવસની અંદર જમા કરવાના રહેશે.
ફ્લેક્સ પેની સુવિધા ઈન્ડિગોની વેબસાઈટ પર જ મળશે. બુકિંગ અને બુકિંગના બાકીના પૈસા મુસાફરો www.goindigo.in પર એડિટ બુકિંગ ઓપ્શનમાં જઈને જમા કરી શકશે.
બુકિંગના નિયમ
- બુકિંગ અને ફ્લાઈટ ડેટની વચ્ચે ઓછામાં ઓછો 15 દિવસનો સમય જરૂરી
- ફ્લેક્સ પેમેન્ટ ભાડામાં 10 ટકા અથવા 400 રૂપિયામાંથી જે વધારે હોય તે લેવામાં આવશે.
- ફ્લેક્સ પેમેન્ટ પ્રતિ યાત્રી પ્રમાણે રહેશે.
- રિવાર્ડ પોઈન્ટ કે વાઉચરથી પેમેન્ટ કરી શકાશે નહીં
- યાત્રીઓનું ફ્લેક્સ પેમેન્ટ આખા ભાડામાં જ ગણવામાં આવશે.
- ફ્લેક્સ પેમેન્ટનું રિફંડ નહીં થાય, ન તો રિશેડ્યૂલિંગ શક્ય રહેશે.
- જો બુકિંગના 15 દિવસમાં પૂરું પેમેન્ટ નહીં કરવામાં આવે તો બુકિંગ આપમેળે કેન્સલ થઈ જશે અને ચૂકવેલા 10 ટકા પૈસા પરતમ મળશે નહીં. યાત્રીનું પૂરૂ ભાડુ ચૂકવ્યા વગર યાત્રા રિશિડ્યૂલિંગ કરી શકાશે નહીં.
- ફ્લેક્સ ફેયર ગ્રુપ બુકિંગ પર લાગુ થશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement