શોધખોળ કરો

IRDAI નો મોટો નિર્ણય, એક જાન્યુઆરીથી ગ્રાહકોને આપવી પડશે ઇન્સ્યોરન્સ પોલિસીની આ મહત્વની જાણકારી

વીમા નિયમનકારે આ સંબંધમાં તમામ વીમા કંપનીઓને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સંશોધિત ગ્રાહક માહિતી પત્રક (CIS) 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે.

IRDAI: વીમા કંપનીઓએ પૉલિસી ધારકને 1 જાન્યુઆરીથી નિયત ફોર્મેટમાં દાવા સાથે પૉલિસી હેઠળ આવરી લેવામાં આવતી વીમા રકમ અને ખર્ચ જેવા પૉલિસીના મૂળભૂત પાસાઓ વિશે માહિતી આપવી કરવી પડશે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ વીમા ધારકોને ખરીદેલી પોલિસીની મૂળભૂત બાબતો સરળતાથી સમજાવવા માટે હાલની ગ્રાહક માહિતી પત્રકમાં સુધારો કર્યો છે.

આ અંગે વીમા નિયામકે પરિપત્ર બહાર પાડ્યો

વીમા નિયમનકારે આ સંબંધમાં તમામ વીમા કંપનીઓને મોકલેલા પરિપત્રમાં જણાવ્યું છે કે સંશોધિત ગ્રાહક માહિતી પત્રક (CIS) 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવશે.

પોલિસી દસ્તાવેજ સરળ હોવો જોઈએ - IRDAI

IRDAIએ કહ્યું કે પોલિસીધારક માટે ખરીદેલી પોલિસીના નિયમો અને શરતો સમજવી મહત્વપૂર્ણ છે. આ પરિપત્ર મુજબ, "પોલીસી દસ્તાવેજ કાનૂની જટિલતાઓથી ભરેલો હોઈ શકે છે, તેથી તે એવો દસ્તાવેજ હોવો જોઈએ જે સરળ શબ્દોમાં નીતિ વિશેના મૂળભૂત મુદ્દાઓને સમજાવે અને આવશ્યક માહિતીથી ભરેલો હોય."              

પરિપત્ર અનુસાર, વીમા કંપની અને પોલિસીધારક વચ્ચે પોલિસી સંબંધિત મુદ્દાઓ પર અસમાનતાને કારણે ઘણી ફરિયાદો મળી રહી છે. તેને ધ્યાનમાં રાખીને સુધારેલ CIS જાહેર કરવામાં આવ્યું છે. આમાં, વીમા કંપનીઓએ પોલીસીનું નામ, પોલિસી નંબર, પોલીસીનો પ્રકાર અને વીમાની રકમ જણાવવી પડશે.                      

પોલિસીમાં સામેલ ખર્ચ સિવાય તમામ માહિતી આપવી પડશે - IRDAI

આ ઉપરાંત પોલિસીધારકોને પોલિસીમાં સમાવિષ્ટ ખર્ચ, બાકાત, રાહ જોવાની અવધિ, કવરેજની નાણાકીય મર્યાદા, દાવાની પ્રક્રિયા અને ફરિયાદ નિવારણ પદ્ધતિ વિશે પણ જાણ કરવામાં આવશે. પરિપત્ર અનુસાર, વીમા કંપની, મધ્યસ્થી અને એજન્ટે તમામ પોલિસીધારકોને સુધારેલ CICની વિગતો મોકલવાની રહેશે. જો પોલિસી ધારક ઈચ્છે તો CIC સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવી જોઈએ.

 વીમા નિયમનકાર IRDAI (ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા) દેશભરની હોસ્પિટલોમાં કેશલેસ મેડિકલ ઈન્સ્યોરન્સ સેટલમેન્ટની સુવિધા પુનઃસ્થાપિત કરવાની તૈયારી કરી રહી છે. આ માટે, રેગ્યુલેટરે હોસ્પિટલોની કોમન એમ્પેનલમેન્ટ પ્રક્રિયા અને 100% કેશલેસ પરની સમિતિને રિપોર્ટ તૈયાર કરવા કહ્યું છે. સમિતિએ જણાવવાનું છે કે દેશભરની હોસ્પિટલોમાં કેશલેસ સેટલમેન્ટ કેવી રીતે લાગુ કરી શકાય.           

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો

Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ

ABP Premium

વિડિઓઝ

K. Kailashnathan: ગુજરાતના આ આશ્રમની મુલાકાતે પહોંચ્યા કે.કૈલાશનાથન, શું છે કે.કૈલાશનાથનની હિસ્ટ્રી?Surat prostitute racket caught : સુરતમાંથી ઝડપાયું હાઈપ્રોફાઇલ રેકેટ, મુંબઈથી લવાતી હતી યુવતીઓGovabhai Rabari : 'રસ અને સાંજથી દૂર રહો', દારૂ-અફીણથી દૂર રહેવા ગોવાભાઈ રબારીની સમાજને અપીલDelhi Air Pollution:દિલ્હીમાં હવા પ્રદુષણમાં સતત વધારો, જાણો કયા વિસ્તારમાં નોંધાયો સૌથી વધુ AQI?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Sanju Samson: સંજુ સેમસનના શોટથી ઘાયલ થઈ યુવતી,ગાલ પર બોલ વાગતા રડવા લાગી; વીડિયો વાયરલ
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Myths Vs Facts: સવારે ખાલી પેટ જીરું અને અજમાનું પાણી પીવાથી વજન ઘટે છે, જાણો આ વાતમાં કેટલી છે સચ્ચાઈ

Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન

Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ

Embed widget