Stock Market Closing: 418 પોઈન્ટના ઉછાળા સાથે માર્કેટ બંધ, રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડનો વધારો
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો દિવસ તેજીમય રહ્યો. સેન્સેક્સમાં 400થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો.
Stock Market Closing, 13th June 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો દિવસ અને મંગળવાર મંગળમય સાબિત થયો. આજે શેરબજારમાં આવેલી શાનદાર તેજીના પગલે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ થયા. FMCG અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરમાં રોકાણકારોની ખરીદી નીકળતાં શેરબજારમાં તેજી જોવા મળી. રોકાણકારોની સંપત્તિ વધીને 289.99 લાખ કરોડ થઈ છે, જે સોમવારે 288.04 લાખ કરોડ હતી.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 418.45 પોઇન્ટના વધારા સાથે 63143.16 પોઇન્ટ અને નિફ્ટી 114.65 પોઇન્ટ વધીને 18716.15 પોઇન્ટ પર બંધ થયા. આજે તમામ સેકટર ગ્રીન ઝોનમાં બંધ થયા. સિપ્લા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાઇટન કંપની, એશિયન પેઇન્ટ્સ અને ITC નિફ્ટીમાં સૌથી વધુ નફાકારક હતા, જ્યારે કોટક મહિન્દ્રા બેંક, અદાણી એન્ટરપ્રાઇઝ, HCL ટેક્નોલોજી, M&M અને અદાણી પોર્ટ્સ લુઝર્સમાં સામેલ હતા.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સ્ટોક્સ, બેન્કિંગ, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. આજના સેશનમાં માત્ર ઓટો સેક્ટરના શેરમાં જ ઘટાડો જોવા મળ્યો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો પણ વધારા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરો ઉછાળા સાથે જ્યારે 13 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 20 શેર ઉછાળા સાથે અને 10 ઘટીને બંધ રહ્યા હતા.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
બજારમાં શાનદાર તેજી વચ્ચે રોકાણકારોની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂ. 289.99 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 288.04 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.95 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
Sensex jumps 418.45 points to settle at 63,143.16; Nifty climbs 114.65 points to 18,716.15
— Press Trust of India (@PTI_News) June 13, 2023
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે સેન્સેક્સ સેન્સેક્સ 257.22 પોઈન્ટ અથવા 0.41% વધીને 62,981.93 પર અને નિફ્ટી 74.80 પોઈન્ટ અથવા 0.40% વધીને 18,676.30 પર ખૂલ્યા હતા. લગભગ 1663 શેર વધ્યા, 473 શેર ઘટ્યા અને 103 શેર યથાવત હતા.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE Sensex | 63,153.70 | 63,171.64 | 62,777.04 | 0.68% |
BSE SmallCap | 31,874.96 | 31,905.07 | 31,693.30 | 0.81% |
India VIX | 11.11 | 11.25 | 9.99 | -1.20% |
NIFTY Midcap 100 | 34,761.00 | 34,781.20 | 34,428.30 | 1.22% |
NIFTY Smallcap 100 | 10,607.20 | 10,621.30 | 10,568.15 | 0.70% |
NIfty smallcap 50 | 4,795.75 | 4,823.15 | 4,781.70 | 0.04% |
Nifty 100 | 18,668.00 | 18,679.25 | 18,581.40 | 0.66% |
Nifty 200 | 9,868.80 | 9,874.55 | 9,816.30 | 0.74% |
Nifty 50 | 18,716.15 | 18,728.90 | 18,631.80 | 0.62% |