Stock Market Closing: સપ્તાહના સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું શેરબજાર, નિફ્ટી 18 હજારને પાર
Stock Market: ભારતીય શેરબજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 455.95 પોઇન્ટના વધારા સાથે 60571.08 પોઇન્ટ અને નિફ્ટી 133.7 પોઇન્ટના વધારા સાથે 18,070.05 પર બંધ થયા છે.
Stock Market Closing, 13th September 2022: ભારતીય શેરબજાર સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયું છે. સેન્સેક્સ 455.95 પોઇન્ટના વધારા સાથે 60571.08 પોઇન્ટ અને નિફ્ટી 133.7 પોઇન્ટના વધારા સાથે 18,070.05 પર બંધ થયા છે.
BSE પર કુલ 3,600 શેરનો વેપાર થયો હતો, જેમાં 1858 શેર વધ્યા હતા અને 1634 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા. 108 શૅરનો ભાવ યથાવત રહ્યો હતો. આજના ટ્રેડિંગ સેશનમાં 337 શેરમાં અપર સર્કિટ અને 154 શેરમાં લોઅર સર્કિટ હતી. શેરબજારની માર્કેટ મૂડી રૂ. 286.72 લાખ કરોડને પાર કરી ગઈ છે.
મંગળવારના ટ્રેડિંગ સેશનમાં આઈટી, રિયલ એસ્ટેટ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટર સિવાયના તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ રહ્યા હતા. બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, ઈમરજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડ કેપ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં બંધ થયા છે.
વધનારા શેર્સ
આજના ટ્રેડિંગ સેશનમાં ટાટા કન્ઝ્યુમરના શેર 2.85 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.37 ટકા, બ્રિટાનિયા 2.34 ટકા, ભારતી એરટેલ 1.96 ટકા, ટાઇટન કંપની 1.67 ટકા, બજાજ ફાઇનાન્સ 1.60 ટકા વધીને બંધ થયા હતા.
ઘટનારા શેર્સ
ઘટતા શેરો પર નજર કરીએ તો, શ્રી સિમેન્ટ 0.64 ટકા, સિપ્લા 0.55 ટકા, આઇશર મોટર્સ 0.48 ટકા, BPCL 0.45 ટકા, TCS 0.42 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 369 નવા કેસ નોંધાયા છે અને 20 સંક્રમિતોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 46 હજાર 347 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 30 હજાર 417 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 185 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 215 કરોડ 47 લાખ 80 હજાર 693 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 21 લાખ 67 હજાર 644 ડોઝ અપાયા હતા.