શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Stock Market Closing: શુક્રવારે શાનદાર તેજી સાથે બંધ રહ્યું શેરબજાર, રોકાણકારોને બખ્ખાં

Closing Bell: સપ્તાહના અંતિમ કોરાબારી દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ રહ્યું.

Stock Market Closing, 16th June 2023:  સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે તેજી મય રહ્યો. આજે સવારે કારોબારી દિવસની શરૂઆત વધારા સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજે તમામ સેક્ટર ગ્રીન ઝોનમાં બંધ રહ્યા. શેરબજાર 450થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહેતા રોકાણકારોની સંપત્તિમાં પણ પણ તોતિંગ વધારો થયો છે. આજે માર્કેટ કેપ વધીને રૂ 292.73 લાખ કરોડ થઈ છે,  ગુરુવારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 290.72 લાખ કરોડ હતું.  રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડ વધારો થયો છે.

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 466.95 પોઇન્ટના વધારા સાથે 63384.58 પોઇન્ટ અને નિફ્ટી 137.9 પોઇન્ટ વધીને 18826 પોઇન્ટ પર બંધ રહ્યા. ટોચના ગેઇનર્સમાં HDFC લાઇફ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, બજાજ ફિનસર્વ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ હતા, જ્યારે વિપ્રો, બજાજ ઑટો, TCS, BPCL અને અપોલો હોસ્પિટલો લુઝર્સ હતા. સેકટર્સમાં PSU બેન્ક ઇન્ડેક્સ 1 ટકા, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર પ્રત્યેક 0.5 ટકા વધ્યા, જ્યારે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા હતા.

 આજે કેમ આવી તેજી

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર શાનદાર તેજી સાથે બંધ થયું છે. બેંકિંગ, એફએમસીજી સ્ટોક્સમાં રોકાણકારોની ખરીદીના કારણે બજારમાં તેજી જોવા મળી.

Stock Market Closing: શુક્રવારે શાનદાર તેજી સાથે બંધ રહ્યું શેરબજાર, રોકાણકારોને બખ્ખાં

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં બેંક નિફ્ટી લગભગ 500 પોઈન્ટ અથવા 495 પોઈન્ટના ઉછાળા સાથે 53,938 પોઈન્ટ પર બંધ થયો છે. બેન્કિંગ ઉપરાંત ઓટો, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ. મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઝડપથી બંધ થયા હતા. જ્યારે આઇટી, રિયલ એસ્ટેટ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. મિડ કેપ ઇન્ડેક્સ દિવસ દરમિયાન તેની ઐતિહાસિક ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો અને 237 પોઈન્ટના ઉછાળા સાથે 35,144 પોઈન્ટ પર બંધ થયો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ મજબૂત મોમેન્ટમ સાથે બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધીને અને 4 ઘટીને બંધ રહ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર તેજી સાથે અને 11 શેર ઘટાડા સાથે બંધ થયા હતા.

BSEનું માર્કેટ કેપ રેકોર્ડ સ્તરે

ભારતીય શેરબજારની શાનદાર વૃદ્ધિને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રેકોર્ડ ઊંચાઈએ બંધ થયું છે. બજાર બંધ થવા પર BSEનું માર્કેટ કેપ રૂ. 292.73 લાખ કરોડ છે, જે ઐતિહાસિક સ્તરે છે. ગુરુવારે . BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 290.91 લાખ કરોડ થયું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં 1.82 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

આજે સવારે BSEનો 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 180 પોઈન્ટથી વધુ વધીને 63,100 પોઈન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી 60 પોઈન્ટથી વધુના વધારા સાથે 18,750 પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, JSW સ્ટીલ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા સ્ટીલ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે TCS, બજાજ ઑટો, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ અને વિપ્રો ટોપ લુઝર્સ હતા.

Stock Market Closing: શુક્રવારે શાનદાર તેજી સાથે બંધ રહ્યું શેરબજાર, રોકાણકારોને બખ્ખાં

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ
BSE Sensex 63,384.58 63,520.36 62,957.17 0.74%
BSE SmallCap 32,292.19 32,362.35 32,131.35 0.76%
India VIX 10.84 11.08 10.56 -2.17%
NIFTY Midcap 100 35,144.30 35,198.05 34,995.80 0.68%
NIFTY Smallcap 100 10,740.50 10,783.95 10,688.30 0.98%
NIfty smallcap 50 4,837.15 4,854.45 4,810.00 1.02%
Nifty 100 18,798.55 18,835.95 18,683.35 0.78%
Nifty 200 9,943.35 9,962.15 9,885.20 0.76%
Nifty 50 18,826.00 18,864.70 18,710.50 0.74%
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: દિલ્હીએ આશુતોષ શર્મા પર કરોડો ખર્ચ્યા, ગુજરાતે મહિપાલને ખરીદ્યો
IPL Auction 2025 Live: દિલ્હીએ આશુતોષ શર્મા પર કરોડો ખર્ચ્યા, ગુજરાતે મહિપાલને ખરીદ્યો
Embed widget