શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં અટક્યો ઘટાડો, જાણો કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

Closing Bell: ભારતીય શેરબજારમાં સળંગ પાંચ કારોબારી દિવસ બાદ ઘટાડો અટક્યો.

Stock Market Closing, 16th March, 2023: ભારતીય શેરબજાર માટે કારોબારી સપ્તાહનો ચોથો દિવસ શુકનવંતો રહ્યો. સળંગ પાંચ દિવસના ઘટાડા બાદ આજે શેરબજાર વધારા સાથે બંધ રહ્યું.

આજે કેટલો થયો વધારો

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 78.94 પોઇન્ટના વધારા સાથે 57,634.84 પોઇન્ટ અને નિફ્ટી 22.75ના વધારા સાથે 17861.54 પર બંધ રહ્યા. આજના સામાન્ય વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 256.21 લાખ કરોડ થઈ છે. ભારતીય શેરબજાર બુધવારે 344.29 પોઇન્ટના ઘટાડા સાથે 57555.90 પોઇન્ટ પર અને નિફ્ટી 71.15 પોઇન્ટના ઘટાડા સાથે 16,972.15 પર બંધ રહ્યા હતા. મંગળવારે ભારતીય શેરબજાર આજે 337.66 પોઇન્ટના ઘટાડા સાથે 57,900.19 પોઇન્ટ પર અને નિફ્ટી 113.05 પોઇન્ટના ઘટાડા સાથે 17922.48 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાથે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા હતા.

સેક્ટર અપડેટ

આજના કારોબારમાં એફએમસીજી, એનર્જી, બેન્કિંગ, ફાર્મા, મીડિયા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી હતી. ઓટો સેક્ટરના શેરમાં પણ ખરીદી જોવા મળી હતી. પરંતુ આઈટી, મેટલ્સ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. મિડકેપ શેરો તેજી સાથે બંધ થયા જ્યારે સ્મોલ કેપ શેરોમાં ઘટાડો થયો.

Stock Market Closing: શેરબજારમાં અટક્યો ઘટાડો, જાણો કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

વધેલા-ઘટેલા શેર્સ

આજના કારોબારમાં નેસ્લે 2.54 ટકા, એશિયન પેઇન્ટ્સ 2.32 ટકા, HUL 2.23 ટકા, ટાઇટન કંપની 2.21 ટકા, સન ફાર્મા 1.66 ટકા, પાવર ગ્રીડ 1.60 ટકા, SBI 1.35 ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. તો ટાટા સ્ટીલ 3.31 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.31 ટકા, ભારતી એરટેલ 0.98 ટકા, ઇન્ફોસિસ 0.93 ટકા ઘટીને બંધ થયા હતા.

રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો

શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 256.21 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે બુધવારે માર્કેટ કેપ રૂ. 255.90 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 31,000 કરોડનો વધારો થયો છે.

આજે કેવી થઈ હતી શરૂઆત

આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57555.9ની સામે 45.10 પોઈન્ટ ઘટીને 57510.8 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16972.15ની સામે 22.50 પોઈન્ટ વધીને 16994.65 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39051.5ની સામે 10.20 પોઈન્ટ વધીને 39061.7 પર ખુલ્યો હતો.

Stock Market Closing: શેરબજારમાં અટક્યો ઘટાડો, જાણો કેટલા પોઇન્ટના વધારા સાથે બંધ રહ્યું માર્કેટ

વર્ષ 2023 ભારતીય શેરબજાર માટે નિરાશાજનક

વર્ષ 2023 ભારતીય શેરબજારના રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. દરરોજ, બજારમાં ભારે ઘટાડાથી, તેમની કમાણીમાં ખાડો પડી રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો 2023ના અઢી મહિનામાં ભારતીય શેરબજારના રોકાણકારોને 26.50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 2022 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 282.44 લાખ કરોડ હતું, જે અઢી મહિનામાં ઘટીને રૂ. 255.90 લાખ કરોડ પર આવી ગયું છે. એટલે કે, 2023 માં, આ સમયગાળા દરમિયાન 26.54 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપમાં ઘટાડો થયો છે. એટલું જ નહીં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ હવે સાડા આઠ મહિના જૂના સ્તરની નજીક પહોંચી ગયું છે. 19 જુલાઈ, 2022 ના રોજ, BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 256 લાખ કરોડ હતું. જ્યારે 15 માર્ચે માર્કેટ કેપ 255.90 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. એટલે કે, 19 જુલાઈ પછી, રોકાણકારોએ તેમની કમાણી કરેલી તમામ રકમ ગુમાવી દીધી છે.

ઈન્ડેક્સનું નામ બંધ થવાનું સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર બદલાવ ટકાવારીમાં
BSE Sensex 57,689.52 57,887.46 57,158.69 00:03:19
BSE SmallCap 26,986.47 27,121.82 26,704.95 -0.67%
India VIX 16.22 17.36 13.95 -0.48%
NIFTY Midcap 100 29,997.50 30,092.35 29,598.70 00:01:18
NIFTY Smallcap 100 9,032.55 9,070.60 8,925.15 -0.52%
NIfty smallcap 50 4,091.65 4,103.50 4,038.45 -0.38%
Nifty 100 16,852.25 16,923.85 16,696.25 00:02:18
Nifty 200 8,854.30 8,890.60 8,767.65 00:02:10
Nifty 50 16,985.60 17,062.45 16,850.15 00:01:09
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget