Stock Market Closing, 16th November: સેન્સેક્સ 62 હજારથી નીચે તો નિફ્ટીનું સપાટ ક્લોસિંગ, ઓલ ટાઇમ હાઇ પર Bank Nifty
Closing Bell: આજના ટ્રેડમાં શેરબજારનો સેન્સેક્સ 107.73 પોઇન્ટ એટલે કે 0.17 ટકા તેજી બાદ 61,980.72ના કારોબાર પર બંધ થયો.
Stock Market Closing: ભારતીય શેરબજારમાં આજે મર્યાદીત ક્ષેત્રમાં કારોબાર થયો. આજે સ્ટોક માર્કેટનો હીરો બેંક નિફ્ટી રહી, જેણે ઈન્ટ્રા ડે અને ક્લોસિંગ લેવલ પર ઓલટાઇમ હાઇ લેવલ બનાવ્યું. આજના ટ્રેડમાં શેરબજારનો સેન્સેક્સ 107.73 પોઇન્ટ એટલે કે 0.17 ટકા તેજી બાદ 61,980.72ના કારોબાર પર બંધ થયો. જ્યારે નિફ્ટી 6.25 અંક તથા 0.03 ટકાની સપાટ તેજી સાથે 18409.65 પર બંધ થઈ.
નિફ્ટી અને સેન્સેક્સની સ્થિતિ
આજે નિફ્ટીના 50માંથી 21 શેરો તીવ્ર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 29 શેરોમાં ઘટાડો જોવા મળ્યો અને લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 નુકસાન સાથે બંધ થયા.
બેંક નિફ્ટીના સ્તરો
બેંક નિફ્ટીએ આજે ફરી રોકાણકારોને ખુશ કર્યા છે અને ઈન્ટ્રા-ડે અને ક્લોઝિંગ સમયમાં ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ બંધ કર્યો છે. પ્રથમ વખત બેન્ક નિફ્ટી 42500 ની ઉપર ક્લોઝિંગમાં બંધ થયો છે. આજે બેંક નિફ્ટી 162.60 પોઈન્ટ એટલે કે 0.38 ટકાના વધારા સાથે 42,535 રૂપિયાના સ્તર પર બંધ થયો છે.
આજે ફાર્મા, ઓટો, મીડિયા, મેટલ, રિયલ્ટી, હેલ્થકેર ઈન્ડેક્સની સાથે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું છે. બીજી તરફ મજબૂત સેક્ટરની વાત કરીએ તો પીએસયુ બેન્ક અને પ્રાઇવેટ બેન્ક સેક્ટરની સાથે આઇટી, બેન્ક, ફાઇનાન્સિયલ સર્વિસિસમાં તેજી સાથે વેપાર બંધ થયો છે.
આજે વધેલા શેર્સ
સેન્સેક્સમાં આજે વધેલા શર્સ પર નજર કરીએ તો કોટક મહિન્દ્રા બેંક, એચયુએલ, ડો રેડ્ડીઝ લેબોરેટરીઝ, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, એચડીએફસી, ટીસીએસ, પાવરગ્રીડ, ઈન્ફોસીસ, સન ફાર્મા, એલએન્ડટી, વિપ્રો, નેસ્લે, આઈસીઆઈસીઆઈ બેંક, એશિયન પેઈન્ટ્સ અને એચસીએટી ટેકના શેરનો સમાવેશ થાય છે.
આજે ઘટેલા શેર
SBI, Tech Mahindra, Maruti, ITC, M&M, Titan, Reliance Industries, Axis Bank, IndusInd Bank, UltraTech Cement, Bajaj Finserv, NTPC, Tata Steel અને Bajaj Finance આજે ઘટાડા સાથે બંધ થયા હતા.