Stock Market Closing: શેરબજારમાં સૂપડાધાર તેજી, રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડનો વધારો
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર શુકનવંતો સાબિત થયો.
Stock Market Closing, 17th July, 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ શાનદાર તેજીમય રહ્યો. સવારે તેજી સાથે માર્કેટની શરૂઆત થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે નવી રેકોર્ડ ઊંચાઈ પર બંધ રહ્યા હતા. રોકાણકારોની ખરીદી નીકળતાં બજારને સપોર્ટ મળી રહ્યો છે, જેના કારણે રોજ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યું છે. આજે તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા હતા. રોકાણકારોની સંપત્તિ વધીને 303.60 લાખ કરોડ પર પહોંચી છે. ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસ શુક્રવારે રોકાણકારોની સંપત્તિ વધીને 298.57 લાખ કરોડ હતી. એક જ કારોબારી દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 5 લાખ કરોડનો વધારો થયો છે.
ભારતીય શેરબજારના સૂચકાંક સેન્સેક્સ 529.03 પોઇન્ટ વધીને 66,589.93 પોઇન્ટ અને નિફ્ટી 156.65 પોઇન્ટ વધીને 19,721.15 પોઇન્ટની નવી રેકોર્ડ ઊંચાઈ પર બંધ રહ્યા હતા. બેંક નિફ્ટી પણ 69.020 પોઇન્ટ વધીને 45,509.50 પોઇન્ટ પર બંધ રહી શુક્રવારે 502.01 પોઇન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ બંધ રહ્યો હતો. બે કારોબારી સત્રમાં સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો થયો છે.
Sensex rallies 529.03 pts to settle at all-time high of 66,589.93, Nifty jumps 146.95 to close at new record level of 19,711.45
— Press Trust of India (@PTI_News) July 17, 2023
શેરબજારમાં તેજીનું કારણ
બેંકિગ સ્ટોક્સમાં ખરીદીના કારણે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ફરી એક વખત ભારતીય શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયું છે. બેંકિંગ શેર્સમાં ખરીદીના કારણે આજે બેંક નિફ્ટીમાં આશરે 700 પોઇન્ટનો ઉછાળો આવ્યો. આજે 2013 શેર વધ્યા, 1559 શેર ઘટ્યા અને 174 શેરમાં કોઈ બદલાવ ન થયો. સેન્સેક્સના 30 શેરમાંથી 18માં તેજી અને 12માં ઘટાડો જોવા મળ્યો. જ્યારે નિફ્ટીના 50માંથી 31 શેર વધારા અને 19 શેર ઘટાડા સાથે બંધ થયા.
નિફ્ટીના વધનારા - ઘટનારા શેર્સ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ડો, રેડ્ડીઝ લેબ, વિપ્રો, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેંક નિફ્ટીના ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે હીરો મોટો કોર્પ, ઓએનજીસી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ઘટનારા શેર્સ હતા. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકા વધ્યો.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજના કારોબારની શરૂઆત જોરદાર ઉછાળા સાથે થઈ હતી અને NSE નિફ્ટી 47.65 પોઈન્ટ્સ વધારા સાથે 19,612.15 ના રેકોર્ડ હાઈ પર ખુલ્યો હતો. બીએસઈનો સેન્સેક્સ પણ 87.28 પોઈન્ટ એટલે કે 0.13 ટકાના વધારા સાથે 66,148.18 પર ખુલ્યો હતો.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સ્તર | નિમ્ન સ્તર | બદલાવ ટકામાં |
BSE Sensex | 66,589.93 | 66,656.21 | 66,015.63 | 0.80% |
BSE SmallCap | 33,986.98 | 34,079.38 | 33,761.91 | 0.85% |
India VIX | 11.32 | 11.40 | 9.86 | 5.92% |
NIFTY Midcap 100 | 36,641.25 | 36,766.50 | 36,589.35 | 0.31% |
NIFTY Smallcap 100 | 11,424.10 | 11,464.20 | 11,387.05 | 0.88% |
NIfty smallcap 50 | 5,178.35 | 5,200.75 | 5,154.10 | 0.92% |
Nifty 100 | 19,584.80 | 19,602.80 | 19,457.75 | 0.67% |
Nifty 200 | 10,360.30 | 10,368.80 | 10,302.00 | 0.62% |
Nifty 50 | 19,711.45 | 19,731.85 | 19,562.95 | 0.75% |
Join Our Official Telegram Channel: