Stock Market Closing: ભારતીય શેરબજારને ફળ્યો મંગળવાર, આજે આ શેર્સમાં આવ્યો ઉછાળો
Closing Bell: સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું.
Stock Market Closing, 20th June 2023: મંગળવાર અને અષાઢી બીજના દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું હતું. આજે ટાટા મોટર્સ, એચડીએફસી લાઇફ ટોપ ગેઇનર્સ હતા.આજના વધારા બાદ માર્કેટ કેપ વધીને 293.54 લાખ કરોડ થયું છે, જે સોમવારે 292.58 લાખ કરોડ લાખ કરોડ હતું. આજે તમામ સેકટોરિયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 159.40 પોઇન્ટના વધારા સાથે 63,327.70 પોઇન્ટ અને નિફ્ટી 61.25 પોઇન્ટના વધારા સાથે 18816.70 પોઇન્ટ પર બંધ રહ્યા. અદાણી એન્ટરપ્રાઇઝિસ, કોટક મહિન્દ્રા બેંક, હીરો મોટોકોર્પ, એક્સિસ બેંક અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં લુઝર્સ હતા, જ્યારે ગેઈનર્સમાં HDFC લાઇફ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા અને TCSનો સમાવેશ થાય છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 0.5 ટકા વધ્યા છે.
આજે કેમ આવી તેજી
આજે સવારે માર્કેટની નબળાઈ સાથે શરૂઆત થઈ હતી પરંતુ બપોર બાદ રોકાણકારોની ખરીદી નીકળતાં ભારતીય શેરબજારને ટેકો મળ્યો અને લીલા નિશાનમાં બંધ થયું. આજે બેંકિંગ, આઈટી અને એનર્જી સ્ટોક્સમાં ખરીદી જોવા મળી હતી.
સેક્ટર અપડેટ
આજે બેંકિંગ, ઓટો, આઈટી, એફએમસીજી, મેટલ્સ, રિટલ્યી, એનર્જી, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં તેજી જોવા મળી. જ્યારે હેલ્થકેર, ફાર્મા, મીડિયા સેક્ટરના સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરમાંથી 35 શેર તેજી અને 15 શેર ઘટાડા સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સના 30 શેરમાંથી 18 શેર વધારા અને 12 શેર ઘટાડા સાથે બંધ થયા.
વધેલા શેર્સ
ટાટા મોટર્સ 3.10%, એચસીએલ ટેક 2.69%, પાવર ગ્રીડ 2.45%, ટેક મહિન્દ્રા 1.28%, એનટીપીસી 1%, એક્સિસ બેંક 0.90%, કોટક મહિન્દ્રા 0.89%, લાર્સન 0.80%, નેસ્લે 0.69% વધારા સાથે આજે બંધ થયા છે.
ઘટેલા શેર્સ
બજાજ ફાઇનાન્સ 1.86 ટકા, બજાજ ફિનસર્વ 1.18 ટકા, સન ફાર્મા 0.96 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.51 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.41 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 0.37 ટકા, મારુતિ સુઝુકી 0.32 ટકા, SBI 0.32 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
BSE માર્કેટ કેપમાં વધારો
ભારતીય શેરબજારની શાનદાર રિકવરીથી રોકાણકારોની સંપત્તિમાં તેજી આવી છે. બજાર બંધ થતાં BSEનું માર્કેટ કેપ રૂ. 293.54 લાખ કરોડ પર બંધ થયું છે, જે સોમવારે રૂ. 292.58 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 96,000 કરોડનો ઉછાળો આવ્યો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે સવારે સેન્સેક્સ 50.22 પોઈન્ટ અથવા 0.08% ઘટીને 63,118.08 પર અને નિફ્ટી 13.20 પોઈન્ટ અથવા 0.07% ઘટીને 18,742.30 પર હતો. લગભગ 1362 શેર વધ્યા, 666 શેર ઘટ્યા અને 120 શેર યથાવત રહ્યા હતા. એચડીએફસી લાઇફ, ટાટા કન્ઝ્યુમર, એપોલો હોસ્પિટલ્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અને અદાણી એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા, જ્યારે એચયુએલ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, એમએન્ડએમ અને હીરો મોટોકોર્પ ટોપ લુઝર્સ હતા.