શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં 900થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3.54 લાખ કરોડ સ્વાહા થઈ જતાં હાહાકાર

Closing Bell: ભારતીય શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. આજે સેન્સેકસમાં 800થી વધુ પોઈન્ટના કડાકાથી રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા.

Stock Market Closing, 22nd February, 2023: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ નિરાશાજનક રહ્યો. શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે ઘટડા સાથે બંધ રહ્યું. આજે સેન્સેક્સમાં 900થી વધુ પોઇન્ટનો ઘટાડો થયો અને રોકાણકારોને 3.54 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા થઈ ગયા.

આજે કેટલો થયો ઘટાડો

બુધવારે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 927 પોઇન્ટના કડાકા સાથે 59,744.98 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 289.58ના ઘટાડા સાથે 18,455 પર બંધ રહી.

મંગળવારે સેન્સેક્સ 18.82 પોઇન્ટના ઘટાડા સાથે 60,672.75 પોઇન્ટ પર બંધ રહ્યો. નિફ્ટી 17.90 પોઇન્ટના ઘટાડા સાથે 17,826.70 પર બંધ રહી હતી. સોમવારે સેન્સેક્સ 311.03 પોઇન્ટના ઘટાડા સાથે 60,691.54પોઇન્ટ પર, નિફ્ટી 103.22 પોઇન્ટના ઘટાડા સાથે 18760.90 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. ગત સપ્તાહે શુક્રવારે પણ સેન્સેક્સ 300થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું હતું. છેલ્લા ચાર દિવસમાં સેન્સેક્સમાં આશરે 1600 પોઇન્ટનો ઘટાડો થયો છે.

શેરબજારમાં કેમ બોલ્યો આટલો મોટો કડાકો

બુધવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે અત્યંત નિરાશાજનક રહ્યું. રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચાણને કારણે સેન્સેક્સમાં કડકો બાલ્યો હતો. તમામ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી.

સેક્ટર અપડેટ

આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટના તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ, ફાર્મા, એનર્જી, ઈન્ફ્રા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેર ઘટીને બંધ થયા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરો પણ ઘટાડા સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 46 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. જ્યારે માત્ર 4 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 2 શેર વધ્યા જ્યારે 28 શેરો ઘટાડા બંધ થયા. બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો અને આ ઇન્ડેક્સ 1.73 ટકાના ઘટાડા સાથે 39,974 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. બજારમાં આજે 3606 શેરોમાંથી માત્ર 953 શેર જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2520 શેર ઘટ્યા હતા.

Stock Market Closing: શેરબજારમાં 900થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3.54 લાખ કરોડ સ્વાહા થઈ જતાં હાહાકાર

શેરબજારમાં ઘટાડાના કારણો

પુતિનની ન્યુક્લિયર વોર્નિગ: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધને લઈ પશ્વિમી દેશોને ચેતવણી આપી છે. તેણે ન્યુક્લિયર હથિયાર સાથે જોડાયેલો સોદો રદ્દ કર્યો છે અને ન્યુક્લિયર ટેસ્ટ કરવાની ચેતવણી આપી છે. નાટોના સેક્રેટરી જનરસ જેંસ સ્ટોલ્ટેનબર્ગે પણ આના પર ચિંતા વ્યક્ત કરી છે.

Stock Market Closing: શેરબજારમાં 900થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3.54 લાખ કરોડ સ્વાહા થઈ જતાં હાહાકાર

આરબાઆઈ મિનિટ્સઃ આરબીઆઈએ આ મહિને એમપીસીની બેઠકની મિનિટ્સ આવશે. જેમાં રેટ વધશે કે નહીં તેના સંકેત મળશે. આઉપરાંત જી-20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગર્વનરની પ્રથમ બેઠકમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માઈકલ પાત્રાના ભાષણ પર રહેશે.

અદાણી ગ્રુપમાં વેચવાલીઃ અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.  અદાણી ગ્રુપે સ્ટોક મેનિપુલેશન તથા એકાઉન્ટ ફ્રોડનો ઈન્કાર કર્યો હોવા છતાં શેરમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહ્યો. 24 જાન્યુઆરથી અત્યાર સુધીમાં અદાણીની નેટવર્થમાં 14.2 હજાર કરોડ ડોલરનો ઘટાડો થયો છે.

Stock Market Closing: શેરબજારમાં 900થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોના 3.54 લાખ કરોડ સ્વાહા થઈ જતાં હાહાકાર

એફઆઈઆઈની વેચવાલીઃ વિદેશી સંસ્થાગત રોકાણકારો ચાલુ વર્ષની શરૂઆતથી જ વેચવાલી કરી રહ્યા છે. એફઆઈઆઈએ ચાલુ વર્ષે 337 કરોડ ડોલરના શેર વેચ્યા છે. હવે સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. ગત સપ્તાહે રોકાણકારોએ શેરની ખરીદી કરી હતી. કેટલાક એનાલિસ્ટનું માનવું છે કે શેરના ભાવમાં ઘટાડાના કારણે વિદેશી રોકાણકારો તેને રોકાણ માટે સોનેરી તક માની રહ્યા છે, જેતી વલણમાં બદલાવ આવ્યો છે.

ડિસેમ્બર ત્રિમાસિક પરિણામોઃ ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીઓનો નફો મિશ્ર રહ્યો. માંગમાં સુસ્તીના કારણે કમાણી અંદાજથી ઓછી રહી. કોમોડિટિ સેક્ટરની હાલત ખરાબ રહી.  ઓટો સેક્ટરે ડિસેમ્બર 2022માં સારો દેખાવ કર્યો. જોકે એનાલિસ્ટ માની રહ્યા છે રવિ સીઝન અને સીપીઆઈ ઈન્ફ્લેશનમાં ઘટાડાથી માંગમાં તેજી આવી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
SA vs PAK: પાકિસ્તાનના થયા સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ 10 વિકેટથી હરાવ્યું
Embed widget