Stock Market Closing: શેરબજારમાં સુધારો, રોકાણકારોની સંપત્તિમાં 1 લાખ કરોડથી વધુનો ઘટાડો
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ તેજીમય રહ્યો.
Stock Market Closing, 27th March 2023: ભારતીય શેરબજાર સામે સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર શુકનવંતો સાબિત થયો. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ વધારા સાથે બંધ થયો. આજે સેન્સેક્સમાં વધારો થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજના કારોબારી દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ લાખ 253.51 લાખ કરોડ કરોડ હતી, જે શુક્રવારે 254.63 લાખ કરોડ હતી. એટલેકે શેરબજારમાં વધારો થવા છતાં રોકાણકારોની સંપત્તિમાં 1 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે.
આજે કેવી રહી બજારની ચાલ
આજે સવારે બજાર વધારા સાથે ખૂલ્યું હતું અન દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 126.76 પોઇન્ટના વધારા સાથે 57653.86 પોઇન્ટ પર અને નિફ્ટી 21.82 પોઇન્ટના વધારા સાથે 17840.23 પોઇન્ટ પર બંધ રહ્યા.
સેક્ટર અપડેટ
આજના કારોબારમાં ફાર્મા, એફએમસીજી, બેંક, આઈટી, હેલ્થકેર સેક્ટરના શેરમાં તેજી જોવા મળી છે. તે જ સમયે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો બંધ થયા છે. સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 વધ્યા અને 22 નુકસાન સાથે બંધ થયા. જ્યારે સેન્સેક્સમાં 16 શેર વધીને અને 14 ઘટીને બંધ રહ્યા હતા.
વધેલા શેર્સ
આજે બજારમાં રિલાયન્સ1.54 ટકા, સન ફાર્મા 1.15 ટકા, મારુતિ સુઝુકી 0.96 ટકા, SBI 0.87 ટકા, કોટક મહિન્દ્રા 0.80 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.71 ટકા, ઇન્ફોસિસ 1.6 ટકા, 10 ટકાના વધારા સાથે બંધ રહ્યા.
ઘટેલા શેર્સ
આજના કારોબારી દિવસે HUL 0.46 ટકા. પાવર ગ્રીડ 1.10%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.93%, ટાટા મોટર્સ 0.90%, NTPC 0.87%, બજાજ ફાઈનાન્સ 0.81%,લાર્સન 0.44 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
રોકાણકારોને નુકસાન
ભારતીય શેરબજાર ભલે તેજી સાથે બંધ થયું હોય, પરંતુ સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 253.51 લાખ કરોડ રહ્યું છે, જ્યારે શુક્રવારે તે રૂ. 254.53 લાખ કરોડ હતું. આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોને 1.02 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજના કારોબારમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 39.80 પોઈન્ટના વધારા સાથે 57,566.90 ના સ્તર પર ખુલ્યો હતો. NSEનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 39.25 પોઈન્ટ અથવા 0.23 ટકાના વધારા સાથે 16,984.30 પર ખુલવામાં સફળ રહ્યો હતો.