Stock Market Closing: Infosys, TCS સહિત આઈટી શેર્સમાં ધોવાણ, ગ્લોબલ સપોર્ટથી બજારને મળ્યો ટેકો
Closing Bell: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું.
Stock Market Closing, 2nd June 2023 : સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું છે. આજે દિવસની શરૂઆત તેજી સાથે થઈ હતી અને દિવસભર આ ટ્રેન્ડ જળવાઈ રહ્યો. આજના કારોબારી દિવસના અંતે રોકાણકારોની સંપત્તિ વધીને 285.12 લાખ કરોડ પર પહોંચી છે, જે ગુરુવારે 284.10 લાખ કરોડ હતી. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં એક લાખ કરોડનો વધારો થયો છે.
આજે સેન્સેક્સ 118.57 અંક વધીને 62547.11 પોઇન્ટ અને નિફ્ટી 36.15 પોઇન્ટ વધીને 18523.90 પોઇન્ટ પર બંધ રહ્યા. ગુરુવારે સેન્સેક્સ 193.7 પોઇન્ટ અને નિફ્ટી 46.55 પોઇન્ટના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બુધવારે સેન્સેક્સ 346.89 પોઇન્ટ અને નિફ્ટી 99.45 પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. મંગળવારે સેન્સેક્સ 122.75 પોઇન્ટના વધારા સાથે 62969.13 પોઇન્ટ અને નિફ્ટી 35.2 પોઇન્ટ વધીને 18633.85 પોઇન્ટ પર બંધ રહ્યા. સોમવારે સેન્સેક્સ 344.69 પોઇન્ટ અને નિફ્ટી 91.65 પોઇન્ટ વધીને બંધ થયા હતા. છેલ્લા કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1100 પોઇન્ટનો વધારો થયો હતો.
લગભગ 2115 શેર વધ્યા, 1333 શેર ઘટ્યા અને 124 શેર યથાવત. નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એપોલો હોસ્પિટલ્સ, હીરો મોટોકોર્પ, ટાટા સ્ટીલ અને જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થાય છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝિસ, ઇન્ફોસિસ, બીપીસીએલ, એચડીએફસી લાઇફ અને ટીસીએસ પણ ઘટ્યા હતા.
સેક્ટર્સમાં રિયલ્ટી, ઓટો મેટલ દરેકમાં 1 ટકાનો વધારો થયો હતો, જ્યારે આઇટી અને ઓઇલ એન્ડ ગેસમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5% વધ્યા હતા.
Sensex climbs 118.57 points to settle at 62,547.11; Nifty advances 46.35 points to 18,534.10
— Press Trust of India (@PTI_News) June 2, 2023
આ શેરો ઘટ્યા
આજના કારોબારમાં સેન્સેક્સની 30માંથી 14 કંપનીઓને નુકસાન થયું છે, જ્યારે 16 કંપનીઓના શેર મજબૂતી સાથે બંધ થયા છે. ટાટા સ્ટીલમાં સૌથી વધુ બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, એલએન્ડટી, ભારતી એરટેલ અને ટાઇટન પણ 1 ટકાથી વધુ વધ્યા હતા. બીજી તરફ ઇન્ફોસિસને સૌથી વધુ નુકસાન થયું હતું. વિપ્રો, એચસીએલટેક, ટીસીએસ જેવા આઈટી શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
બજાર નિયમનકાર સેબીએ જાહેરાત કરી હતી કે તે સાત જૂથોની 17 મિલકતોની હરાજી કરશે. આ સાત બિઝનેસ ગ્રુપ્સમાં એમપીએસ ગ્રુપ, ટાવર ઈન્ફોટેક અને વિબગ્યોર ગ્રુપ જેવા ગ્રુપનો સમાવેશ થાય છે અને તેમની પ્રોપર્ટીની 28 જૂને હરાજી કરવામાં આવશે. સેબીની યોજના આ સાત જૂથોમાંથી રોકાણકારોના રૂ. 51 કરોડના નાણાં વસૂલ કરશે. આ સિવાય સેબીએ કેટલીક પ્રોપર્ટી પર રોક લગાવી છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડે નોટિસમાં જણાવ્યું છે કે પ્રયાગ ગ્રુપ, મલ્ટીપર્પઝ BIOS ઈન્ડિયા ગ્રુપ, વારિસ ફાઈનાન્સ ઈન્ટરનેશનલ ગ્રુપ અને પૈલાન ગ્રુપની કંપનીઓની સંપત્તિ બ્લોક પ્રોપર્ટીમાં રાખવામાં આવી છે.