શોધખોળ કરો

Stock Market Closing: રક્ષાબંધનના દિવસે જ બજારમાં સપાટ ચાલ, સેન્સેક્સનો 11 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી મામૂલી તેજી સાથે બંધ

આજે રક્ષાબંધનના તહેવારના દિવસે જ શેર માર્કેટમાં મિક્સ રિસ્પૉન્સ જોવા મળ્યો છે,

Stock Market Closing, 30th July 2023: આજે રક્ષાબંધનના તહેવારના દિવસે જ શેર માર્કેટમાં મિક્સ રિસ્પૉન્સ જોવા મળ્યો છે, આજે દિવસમાં મિક્સ કારોબાર જોવા મળ્યા. દિવસના નીચલા સ્તર પર માર્કેટ બંધ થયુ, આ ઉપરાંત દિવસના હાઇથી 100 પૉઇન્ટ આજે નિફ્ટી નીચે રહ્યું હતુ. દિવસના કારોબારના અંતે બીએસઇ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.02 ટકાના ઉછાળા સાથે 11.43 પૉઇન્ટ અપ થઇને 65,087.25ના સ્તર પર બંધ થયો હતો. વળી, એનએસઇ ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ ઉતાર ચઢાવ જોવા મળ્યો, નિફ્ટી દિવસના અંતે 0.02 ટકાના વધારા સાથે 4.80 પૉઇન્ટ ઉછળીને 19,347.45ના સ્તર પર બંધ રહ્યો હતો.

માર્કેટમાં આજે ટાટા સ્ટીલ, સિપલા, એક્સિસ બેન્ક, એચસીએલ ટેકનોલૉજીસ અને અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટૉપ ગેનર રહ્યાં હતા. વળી, પાવર ગ્રીડ કૉર્પ, બીપીસીએલ, ડૉ. રેડ્ડી લેબ્સ, એસબીઆઇ અને કૉલ ઇન્ડિયામાં નિપ્ટીના ટૉપ લૂઝર રહ્યાં હતા.

વૈશ્વિક દબાણને કારણે આજે સ્થાનિક શેરબજાર તેની શરૂઆતની ગતિ ગુમાવી દીધી, અને લગભગ જૂના સ્તરે બંધ થયું છે. બંને મુખ્ય સ્થાનિક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી ટ્રેડિંગ દરમિયાન સકારાત્મક દેખાયા હતા, પરંતુ કારોબારના અંત સમયે ગતિ ગુમાવી હતી. જોકે, મિડકેપ અને સ્મોલકેપમાં તેજીનો ક્રમ ચાલુ રહ્યો હતો.

બજાર આ સ્તરે થયું બંધ - 
સ્થાનિક શેરબજારે બુધવારે સકારાત્મક નોટ પર ટ્રેડિંગ શરૂ કર્યું. સેન્સેક્સ ગઈકાલની સરખામણીએ વધારા સાથે 65,311.58 પૉઈન્ટ પર ખુલ્યો હતો. આ પહેલા મંગળવારે સેન્સેક્સ 65,075.82 પૉઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 65,460 પૉઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, પરંતુ છેલ્લા કલાકોમાં બજાર ઘટ્યું હતું અને અંતે ઈન્ડેક્સ 11 પૉઈન્ટના મામૂલી વધારા સાથે 65,087.25 પોઈન્ટ પર બંધ થયો હતો. વળી, નિફ્ટી 5 પોઇન્ટના મામૂલી વધારા સાથે 19,347.45 પોઇન્ટ પર રહ્યો હતો.

મોટી કંપનીઓની સ્થિતિ  - 
મોટી કંપનીઓ પર નજર કરીએ તો સેન્સેક્સની 30માંથી 17 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે 13 શેર ખોટમાં રહ્યા હતા. Jio ફાઇનાન્શિયલ સર્વિસિસના શેરમાં આજે અપર સર્કિટ લાગી હતી. ટાટા સ્ટીલમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ઈન્ફોસીસ અને એચસીએલ ટેક જેવા શેર 1-1 ટકાથી વધુ વધ્યા છે.બીજી તરફ પાવર ગ્રીડ કોર્પોરેશનમાં સૌથી વધુ 1.60 ટકાનો ઘટાડો થયો છે.એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક 1-1 ટકા ઘટ્યા છે. ટકા. કરી રહ્યા છીએ.

રક્ષાબંધન પર મોદી સરકારે આપી મોટી ભેટ

ઓનમ અને રક્ષાબંધનના અવસર પર મોદી સરકારે મોટી ભેટ આપી છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે તમામ ગ્રાહકો માટે ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવશે.

તેમણે કહ્યું, "ઓનમ અને રક્ષાબંધનના અવસર પર સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બધા લોકો માટે છે. બહેનો માટે આ એક મોટી ભેટ છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ મોદીએ લાખો બહેનો માટે ભેટ આપી છે. 75 લાખ બહેનોને ઉજ્જવલા ગેસ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન મળશે. એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં. પાઇપ, સ્ટવ અને સિલિન્ડર વિનામૂલ્યે મળશે. સમગ્ર વિશ્વમાં ગેસના ભાવ વધ્યા છે, પરંતુ ભારતમાં તેની અસર ઓછી છે.

ઉજ્જવલા યોજના હેઠળ પહેલાથી જ 200ની સબસિડી હતી, જ્યારે આજથી 200 લોકોને અલગ સબસિડીનો લાભ મળશે. એટલે કે હવે ઉજ્જવલા સ્કીમ હેઠળ આવનારને 400 રૂપિયાની સબસિડી મળશે. 33 કરોડ લોકો પાસે ગેસ સિલિન્ડર કનેક્શન છે. સાથે જ 75 લાખ નવા કનેક્શન આપવામાં આવશે. તેના પર 7680 કરોડનો ખર્ચ થશે.

ચંદ્રયાન પર ચર્ચા

ચંદ્રયાન-3નો ઉલ્લેખ કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કેબિનેટે વૈજ્ઞાનિકોની ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી છે. તેમણે જાહેરાત કરી કે દર વર્ષે 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3 મિશનની સફળતા માત્ર ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRP)ની જીત નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની પ્રગતિ અને પ્રગતિનું પ્રતીક પણ છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતામાં મહિલા વૈજ્ઞાનિકોનું ઘણું મહત્વ છે. આ માટે અમને ગર્વ છે. તેમણે વધુમાં કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતાથી ભારતે વિશ્વમાં એક અલગ ઓળખ ઉભી કરી છે. આજે આખો દેશ ચંદ્રયાનની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. ચંદ્રયાનની સફળતા એ માત્ર ભારતના અવકાશ મિશન સાથે જોડાયેલા લોકોની સિદ્ધિ નથી, સમગ્ર ભારતની સિદ્ધિ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget