શોધખોળ કરો

Stock Market Closing: અસ્થિરતા વચ્ચે નજીવા ઘટાડા સાથે શેર બજાર લાલ નિશાન પર બંધ, IT, પાવરના શેરોમાં ઘટાડો

છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં જોવા મળેલી તેજીને આજે બ્રેક લાગી છે. આજના કારોબારી દિવસમાં અસ્થિરતા જોવા મળી હતી.

Stock Market Closing: છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં જોવા મળેલી તેજીને આજે બ્રેક લાગી છે. આજના કારોબારી દિવસમાં અસ્થિરતા જોવા મળી હતી અને નજીવા ઘટાડા સાથે શેર માર્કેટ બંધ થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 69.68 પોઈન્ટના ઘટાડા સાથે 60,836.41 પર બંધ થયો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 30.15 પોઈન્ટના ઘટાડા સાથે 18,052.70 પર બંધ થયો હતો. આજના કારોબારમાં આઈટી અને પાવર સેક્ટરની કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આજે શેરબજારની ગતિવિધિ દિવસભર સુસ્ત રહી અને સેન્સેક્સ-નિફ્ટી ઘટાડાનાં લાલ નિશાનમાં બંધ થયા છે. આજે સેન્સેક્સ સવારે 400 પોઈન્ટ તૂટીને ખુલ્યો હતો, પરંતુ દિવસના કારોબારમાં તેણે રિકવરી દર્શાવી હતી. જો કે તે ઘટાડામાંથી બહાર આવી શક્યો નહોતો. મિડકેપ શેરોમાં આવેલી તેજીએ બજારને સુધારો દર્શાવવામાં મદદ કરી. બેન્ક નિફ્ટી પણ તેજી સાથે લીલા નિશાનમાં બંધ થયો છે.

આજે બજાર કયા સ્તરે બંધ થયું?

ભારતીય શેરબજારમાં આજે BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 69.68 પોઈન્ટ અથવા 0.11 ટકાના ઘટાડા સાથે 60,836 પર બંધ થયો હતો. જ્યારે NSEનો નિફ્ટી 30.15 પોઈન્ટ અથવા 0.17 ટકાના ઘટાડા સાથે 18,052 પર બંધ થયો છે.

NSE સ્ટોક સ્થિતિ
સાપ્તાહિક એક્સપાયરીનાં દિવસે શેરબજાર ઘટાડાનાં રેન્જમાં બંધ થયું છે. આજે NSE પર કુલ 1431 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને 1359 શેર ઉછાળા સાથે બંધ થયા હતા.

સેક્ટર પ્રમાણે શેરબજારનો હાલઃ
સેક્ટરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો બેન્ક નિફ્ટી નીચલા સ્તરેથી 1 ટકાના વધારા સાથે બંધ થયો છે. આજે આઈટી ઈન્ડેક્સમાં તેજી હતી, મેટલ શેરોમાં મોટા ઘટાડા સાથે ટ્રેડિંગ બંધ થયું હતું.

યુએસ-યુરોપિયન બજારોમાં કડાકો

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો થતાં અમેરિકી શેરબજારોમાં વેચવાલી શરૂ થઈ અને રોકાણકારોએ નાણાં ઉપાડવાનું શરૂ કર્યું. યુએસના મુખ્ય શેરબજારોમાંથી એક NASDAQમાં છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 3.39 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાની જેમ યુરોપિયન બજારોમાં પણ છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન મોટો ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપના મુખ્ય શેરબજારોમાં સામેલ જર્મનીના સ્ટોક એક્સચેન્જમાં છેલ્લા સત્રમાં 0.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.81 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. આ સિવાય લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ છેલ્લા સત્રમાં 0.58 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત

Embed widget