શોધખોળ કરો

Stock Market Closing: માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 490 પોઈન્ટનો ઉછાળો

Stock Market Closing On 02 november 2023: આજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે.

Stock Market Closing On 02 november 2023: આજે માર્કેટમાં શાનદાર તેજી જોવા મળી છે. જેના કારણે બજાર લીલા નિશાન સાથે બંધ થવામાં સફળ રહ્યું છે. સતત બે દિવસના ઘટાડા પછી, ગુરુવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઉત્તમ રહ્યું. રોકાણકારોની ખરીદીને કારણે સેન્સેક્સ ફરી 64,000ના આંકને પાર કરવામાં સફળ રહ્યો હતો અને નિફ્ટી 19,000નો આંકડો પાર કરવામાં સફળ રહ્યો હતો. બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી રહી છે. મિડ કેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 490 પોઈન્ટના ઉછાળા સાથે 64,081 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 144 પોઈન્ટના ઉછાળા સાથે 19,133 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આમ આજે રોકાણકારોની સંપત્તિમાં સારો એવો વધારો થયો છે.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં તમામ સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. બેન્કિંગ શેરો ઉપરાંત ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, ફાર્મા, ઈન્ફ્રા જેવા સેક્ટરના શેરોમાં તેજી રહી હતી. નિફ્ટીના મિડ કેપ ઈન્ડેક્સમાં 500થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ 170 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર વધ્યા હતા અને માત્ર 2 શેરો ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 41 શૅર ઉછાળા સાથે અને 9 ઘટાડાની સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 64,144.71 64,202.64 63,815.35 0.87%
BSE SmallCap 37,251.42 37,278.56 37,129.98 1.00%
India VIX 11.08 12.05 10.95 -8.07%
NIFTY Midcap 100 39,312.45 39,351.70 39,055.45 1.39%
NIFTY Smallcap 100 12,809.90 12,826.90 12,735.85 1.34%
NIfty smallcap 50 5,933.40 5,944.05 5,889.40 1.65%
Nifty 100 19,107.25 19,128.15 19,028.15 0.87%
Nifty 200 10,248.15 10,257.55 10,205.05 0.95%
Nifty 50 19,133.25 19,175.25 19,064.15 0.76%

રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 3 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 313.35 લાખ કરોડ રહી હતી, જે અગાઉના ટ્રેડિંગ સત્રમાં રૂ. 310.25 લાખ કરોડ હતી. આજના વેપારમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3.05 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.

વધતા ઘટતા શેર્સ
આજના વેપારમાં ડેલ્ટા કોર્પ 7.63 ટકા, વોડાફોન આઇડિયા 7.42 ટકા, આરઇસી 6.91 ટકા, પાવર ફાઇનાન્સ 6.38 ટકા, ભેલ 5.35 ટકા, ઇન્ડસ ટાવર 5.29 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, હીરો મોટોકોર્પ, ટેક મહિન્દ્રાના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.

સેન્સેક્સ વ્યૂ

ટોપ ગેઈનર્સ

ટોપ લૂઝર્સ

Stock Market Closing:  માર્કેટમાં શાનદાર તેજી, સેન્સેક્સમાં 490 પોઈન્ટનો ઉછાળો

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rs 300 Crore Scam: રાજકોટમાં BZ જેવું કૌભાંડ !  8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા!Khyati Hospital Scandal: મોતના માફિયા કાર્તિક પટેલની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસોBhil Pradesh : ભીલ પ્રદેશ મુદ્દે ભાજપના જ બે નેતાઓ સામ-સામેLeopard Attacks: ગીર સોમનાથ જિલ્લામાં દિપડાનો હાહાકાર, 4 દિવસમાં 4 લોકો પર દીપડાનો હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
'કેજરીવાલ પર પ્રવેશ વર્માના સમર્થકોએ કર્યો પથ્થરથી હુમલો', AAP નો મોટો આરોપ  
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર: હવે તમામ પ્રિલિમ પરીક્ષાનો અભ્યાસક્રમ એક જ!
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
India Squad For Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
અર્જૂન કપૂર સાથે શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના, છત તૂટી પડતા ઈજાગ્રસ્ત થયો અભિનેતા 
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કોલકાતાની 'નિર્ભયા'ને 161 દિવસ બાદ મળ્યો ન્યાય, આરજી કર રેપ કેસમાં સંજય રોય દોષિત  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
કાતિલ ઠંડી વચ્ચે દેશના આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે  હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
SBI PO Recruitment: સ્ટેટ બેંકમાં ભરતી માટે હવે આ તારીખ સુધી કરી શકશો અરજી, જાણો અન્ય વિગતો
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Delhi Assembly election: દિલ્હી ચૂંટણીને લઈ કૉંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, ગુજરાતમાંથી આ નેતાને મળ્યું સ્થાન 
Embed widget