Stock Market Closing: સતત તેજી બાદ શેર બજારમાં મોટો કડાકો,સેન્સેક્સ 1000 પોઈન્ટ જેટલો તૂટ્યો
Stock Market Closing On 20 December 2023: સતત તેજી બાદ ભારતીય શેર બજારમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. સેન્સેક્સ 71 હજારથી નીચે આવી ગયો છે.
Stock Market Closing On 20 December 2023: સતત તેજી બાદ ભારતીય શેર બજારમાં મોટી ઉથલ પાથલ જોવા મળી છે. સેન્સેક્સ 71 હજારથી નીચે આવી ગયો છે.
અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, યુપીએલ, ટાટા સ્ટીલ અને કોલ ઈન્ડિયા નિફ્ટીમાં ટોપ લૂઝર રહ્યા હતા. જ્યારે ઓએનજીસી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ અને એચડીએફસી બેન્ક નિફ્ટીમાં ટોપ ગેઇનર હતા. સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો તમામ સેક્ટર લાલ નિશાનમાં બંધ થયા હતા. કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને રિયલ્ટી ઇન્ડેક્સ 2-4 ટકા સુધી ઘટીને બંધ થયા છે. આ દરમિયાન, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 3 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે.
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 930.88 પોઈન્ટ્સ અથવા 1.30 ટકાના ઘટાડા સાથે 70,506.31 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 302.95 પોઈન્ટ અથવા 1.41 ટકાના ઘટાડા સાથે 21150.15 ના સ્તર પર બંધ થયો હતો.
શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને બુધવાર, 20 ડિસેમ્બર, 2023 ના ટ્રેડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે. ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે સવારે ભારતીય શેરબજાર સકારાત્મક સ્તરે પર ખુલ્યું હતું. પરંતુ બપોર બાદ સ્થાનિક અને વિદેશી રોકાણકારોની વેચવાલીથી બજાર સપાટ થઈ ગયું હતું. સેન્સેક્સ 1135 પોઇન્ટ અને નિફ્ટી 366 પોઇન્ટ ઘટ્યો હતો. જો આપણે સવારની ઊંચી સપાટી પર નજર કરીએ તો નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. મિડ કેપ અને સ્મોલ શેરોને ઘટાડાથી સૌથી વધુ ફટકો પડ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 931 પોઈન્ટના ઘટાડા સાથે 70,506 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 303 પોઈન્ટના ઘટાડા સાથે 21,150 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં પ્રોફિટ બુકિંગના કારણે સૌથી મોટો ઘટાડો મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ 1490 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી 2000 પોઈન્ટ્સ તૂટ્યો છે. સ્મોલ કેપ ઈન્ડેક્સ પણ 543 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે આ ઈન્ડેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 700 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય એનર્જી મેટલ્સ, બેન્કિંગ, ફાર્મિન્ફ્રા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો સ્ટોક પણ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીનો આઈટી ઈન્ડેક્સ સવારે 600 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, ત્યારે આ ઈન્ડેક્સ દિવસના હાઈથી 1300 પોઈન્ટ ઘટી ગયો છે. આઈટી ઈન્ડેક્સ 604 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 7 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 23 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 5 શેર ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 45 નુકસાન સાથે બંધ થયા હતા.