(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે લાલ નિશાન સાથે બંધ થયું બજાર, સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટ્યો
Stock Market Closing: સપ્તાહના છેલ્લા દિવસે લાલ નિશાન સાથે બજાર બંધ થયું છે. સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટ્યો છે.
Stock Market Closing: સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ ભારતીય બજારના રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક રહ્યો. વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ભારે વેચવાલીથી સેન્સેક્સ ફરી 65000ની નીચે સરકી ગયો. બેન્કિંગ એફએમસીજી શેરોમાં ઘટાડો થયો, તો મિડ કેપ શેરોમાં સતત તેજીને પણ બ્રેક લાગી. આજના કારોબારમાં BSE સેન્સેક્સ 365 પોઈન્ટના ઘટાડા સાથે 64,886 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 121 પોઈન્ટના ઘટાડા સાથે 19,265 પોઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેંક નિફ્ટી 265 પોઈન્ટના ઘટાડા સાથે 44,231 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એફએમસીજી શેરોનો ઈન્ડેક્સ 529 પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, એનર્જી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સ ઘટીને બંધ થયા હતા. મિડ કેપ ઈન્ડેક્સ 0.82 ટકા અને સ્મોલ કેપ 0.41 ટકા ઘટીને બંધ થયા છે.
ઈન્ડેક્સનું નામ | બંધ થવાનું સ્તર | ઉચ્ચ સત્ર | નિમ્ન સ્તર | ફેરફાર ટકાવારીમાં |
BSE Sensex | 64,886.51 | 65,106.00 | 64,732.57 | -0.56% |
BSE SmallCap | 36,055.96 | 36,251.12 | 35,829.35 | -0.24% |
India VIX | 12.08 | 12.24 | 9.98 | 3.27% |
NIFTY Midcap 100 | 38,471.25 | 38,805.80 | 38,385.15 | -0.82% |
NIFTY Smallcap 100 | 11,869.45 | 11,954.80 | 11,786.45 | -0.41% |
NIfty smallcap 50 | 5,434.80 | 5,458.90 | 5,377.25 | -0.05% |
Nifty 100 | 19,193.90 | 19,278.50 | 19,162.70 | -0.67% |
Nifty 200 | 10,254.45 | 10,305.50 | 10,237.00 | -0.69% |
Nifty 50 | 19,265.80 | 19,339.55 | 19,229.70 | -0.62% |
રોકાણકારોની સંપત્તિમાં 1.90 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો
શેરબજારમાં ભારે ઘટાડા બાદ રોકાણકારોને નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 306.74 લાખ કરોડ થયું છે, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 308.64 હતું. આજના વેપારમાં રોકાણકારોને 1.90 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આજના કારોબારમાં બજાજ ફિનસર્વ 2.40 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.04 ટકા, બજાજ ફાઇનાન્સ 1.04 ટકા, ઓએનજીસી 0.92 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ડૉ. રેડ્ડી 2.17 ટકા, અદાણી પોર્ટ્સ 1.92 ટકા, JSW સ્ટીલ 1.87 ટકા, લાર્સન 1.85 ટકા ઘટીને બંધ થયા હતા.
ટોપ લૂઝર્સ
ટોપ ગેઈનર્સ
સેન્કેક્સ વ્યૂ
શેરબજારમાં કડાકા સાથે થઈ હતી શરૂઆત
શુક્રવારે શેરબજારમાં જોરદાર વેચવાલી જોવા મળી. નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજારના મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ થયા. BSE સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને 64,850 પર આવી ગયો હતો. એ જ રીતે નિફ્ટી પણ 120 પોઈન્ટ ઘટીને 19,300ની સપાટીએ રહ્યો હતો.
અમેરિકન બજાર
જેક્સન હોલમાં ફેડ ચેરમેનના ભાષણ પહેલા યુએસ બજારોમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. નાસ્ડેક લગભગ 2% લપસી ગયો. ડાઉ પણ ઉપરના સ્તરોથી લગભગ 600 પોઈન્ટ તૂટી ગયો છે. ગઈ કાલે યુએસ બજારો નુકસાન સાથે બંધ થયા હતા. S&P 500 4400 ની નીચે બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ઘટ્યો હતો. જેરોમ પોવેલ આજે સાંજે જેક્સન હોલમાં બોલશે. Nvidia સહિતના IT શેરોએ દબાણ દર્શાવ્યું હતું. તમામ ETFમાં ભારે વેચવાલી જોવા મળી હતી. 19 ઓગસ્ટના રોજ પૂરા થતા સપ્તાહમાં યુએસના પ્રારંભિક બેરોજગારી દાવાઓમાં ઘટાડો થયો છે.