શોધખોળ કરો

Stock Market Closing: સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો

Stock Market Closing On 28 September 2023: આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ધડામ દઈને પટકાયું.

Stock Market Closing On 28 September 2023: આજનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ નિરાશાજનક હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજાર ધડામ દઈને પટકાયું. આજના સેશનમાં મિડ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 66,000ની નીચે 65,508 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 165 પોઈન્ટના ઘટાડા સાથે 19,551 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં બજારમાં એફએમસીજી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 715 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 287 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ શેરો માટે આજનું ટ્રેડિંગ સત્ર નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ ઈન્ડેક્સ 536 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 52 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શૅર્સમાંથી માત્ર 6 જ વધ્યા હતા જ્યારે 24 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 6 શેર ઉછાળા સાથે અને 44 ઘટાડાની સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 65,508.32 66,406.01 65,423.39 -0.92%
BSE SmallCap 37,347.57 37,767.35 37,326.47 -0.34%
India VIX 12.82 13.02 9.40 10.68%
NIFTY Midcap 100 40,104.05 40,766.75 40,051.65 -1.32%
NIFTY Smallcap 100 12,623.75 12,794.80 12,597.35 -0.41%
NIfty smallcap 50 5,810.70 5,915.25 5,798.60 -0.86%
Nifty 100 19,451.65 19,703.35 19,421.25 -1.03%
Nifty 200 10,436.15 10,575.75 10,420.80 -1.08%
Nifty 50 19,523.55 19,766.65 19,492.10 -0.98%

ટેક મહિન્દ્રા 4% ઘટ્યો
IT અને FMCG સેક્ટર બજારના ઘટાડા પાછળ મોખરે હતા. નિફ્ટીમાં ટેક મહિન્દ્રાનો શેર 4.25 ટકા ઘટ્યો હતો. જ્યારે L&Tના શેર 2 ટકાના વધારા સાથે ટોપ ગેનર રહ્યા હતા. આ પહેલા બુધવારે BSE સેન્સેક્સ 173 પોઈન્ટના વધારા સાથે 66,118 પર બંધ થયો હતો.

બજારના ઘટાડાના મુખ્ય કારણો
યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો
ડોલર ઇન્ડેક્સમાં વધારો
કાચા તેલમાં સતત વધારો થઈ રહ્યો છે
વૈશ્વિક બજારમાં નરમાઈ
સ્થાનિક હેવીવેઇટ શેરોમાં વેચવાલી

શેરમાં ઉતાર ચઢાવ

આજના કારોબારમાં લાર્સનના શેર 1.51 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, એક્સિસ બેન્ક 0.61 ટકા, ભારતી એરટેલ 0.52 ટકાના વધારા સાથે બંધ થયા છે. 

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
બજારમાં ભારે વેચવાલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 316.92 લાખ કરોડ થઈ છે, જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 319.69 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોને રૂ.2.77 લાખ કરોડનું નુકસાન થયું છે.

ટોપ ગેઈનર્સ

Stock Market Closing: સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો

ટોપ લૂઝર્સ

Stock Market Closing: સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો

સેન્સેક્સ વ્યૂ

Stock Market Closing: સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 600 પોઈન્ટથી વધુ તૂટ્યો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget