શોધખોળ કરો

Stock Market Closing: શેરબજારમાં તોફાની તેજી, PSU બેંક, ફાર્મા શેર્સ વધ્યા

Closing Bell: સપ્તાહનો બીજો કારોબારી દિવસ મંગળવાર પણ ભારતીય શેરબજાર માટે મંગળ રહ્યો.

Stock Market Closing, 4th June 2023: દેશમાં સર્વત્ર શ્રીકાર વર્ષા થતાં અલ-નીનો, દુકાળના ભયમાંથી બહાર આવી સારા ચોમાસાના પોઝિટીવ પરિબળે કૃષિ, ગ્રામીણ ક્ષેત્રે મજબૂત વૃદ્વિ થકી આર્થિક વિકાસને વેગ મળવાની અને મોંઘવારી-ફુગાવામાં ઘટાડોની અપેક્ષાએ ફંડોએ શેરોમાં અવિરત વિક્રમી તેજીનું તોફાન ચાલુ રાખ્યું હતું. સપ્તાહના સતત બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર તેજી સાથે બંધ થયું હતું. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 298.70 લાખ કરોડ પર પહોંચી છે.

ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ મંગળવારે 2740 પોઇન્ટ વધીને 65479.05 પોઇન્ટ પર અને નિફ્ટી 66.45 પોઇન્ટ વધીને 19389 પર બંધ રહ્યા. બેંક નિફ્ટી પણ 143.35 પોઇન્ટ ઉછળી 45301.45 પોઇન્ટ પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 486.49 પોઇન્ટના વધારા સાથે 65,205.05 પોઇન્ટ પર અને નિફ્ટી 135.5 પોઇન્ટ વધીને 19322.55 પોઇન્ટ પર બંધ રહ્યા હતા.

આજે 1582 શેર વધ્યા, 1826 શેર ઘટ્યા અને 118 શેર યથાવત રહ્યા. બજાજ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ અને હિરોમોટો કોર્પ સૌથી વધુ વધ્યા જ્યારે આઈશર મોટર્સ, ગ્રાસીમ અને ભારતી એરટેલમાં ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેર્સ પર થોડું દબાણ જોવા મળ્યું.

Stock Market Closing: શેરબજારમાં તોફાની તેજી, PSU બેંક, ફાર્મા શેર્સ વધ્યા

સેક્ટોરલ અપડેટ

આજના ટ્રેડમાં બેંકિંગ સ્ટોકમમાં ખરીદી નીકળી, જેના કારણે બેંક નિફ્ટી રેકોર્ડ ઉંચાઈ પર બંધ થઈ. આ ઉપરાંત ફાર્મા, એફએમસીજી, મીડિયા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર સેક્ટરના સ્ટોક ઉછાળા સાથે બંધ થયા. જ્યારે ઓટો, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ સેક્ટરના શેરમાં ઘટડો જોવા મળ્યા.

શેરબજારમાં આવેલી તેજીના કારણો

  • ભારતીય અર્થવ્યવસ્થા વધુ મજબૂત અને ઝડપી બની રહી છે, હાલમાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, જે બજારમાં તેજીનું કારણ છે.
  • વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FPIs) એ તાજેતરના સમયમાં ભારતીય શેરબજારમાં તેમનો રસ વધાર્યો છે. થોડા મહિના પહેલા વિદેશી રોકાણકારો સતત પૈસા ઉપાડી રહ્યા હતા, પરંતુ હવે તેઓ મોટી રકમનું રોકાણ કરી રહ્યા છે. શેરબજાર ઊંચાઈને સ્પર્શી રહ્યું છે તેનું આ એક મોટું કારણ છે.
  • ચોમાસું જે અગાઉ ભારતમાં ઘણું મોડું પહોંચ્યું હતું. ચોમાસાનો સમય 1 જૂનનો છે પરંતુ આ વખતે ચોમાસું 8 દિવસ મોડું આવ્યું પરંતુ 2જી જુલાઈએ સમાચાર આવ્યા કે ચોમાસાએ હવે આખા દેશને આવરી લીધો છે, અને આ રિકવરી ઝડપથી થઈ છે. 8મી જુલાઈ સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી જશે, પરંતુ ચોમાસામાં આવેલા આ ઉછાળાએ બજારના રોકાણકારોને ઉત્સાહિત કર્યા હતા, જેની અસર જોવા મળી હતી.
  • મોંઘવારી નિયંત્રણમાં આવવી અને વ્યાજદરમાં વધારો કરવાની પ્રક્રિયા બંધ કરવી એ બીજું કારણ છે. જ્યારે વ્યાજદર વધે છે, ત્યારે અર્થતંત્ર પર દબાણ આવે છે, જેને શેરબજાર બહુ સારી રીતે લેતું નથી.

આ ચાર કારણોને લીધે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) પણ ઉત્સાહિત છે અને તેઓ પણ બજારમાં પાછા ફર્યા છે જેના કારણે બજાર ધમધમી રહ્યું છે.

Stock Market Closing: શેરબજારમાં તોફાની તેજી, PSU બેંક, ફાર્મા શેર્સ વધ્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
ગુજરાતમાં SIR પછી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, જાણો કેટલા લાખ મતદારોના નામ કપાયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
તમિલનાડુમાં SIR ના પ્રથમ તબક્કાની ડ્રાફ્ટ યાદી જાહેર, અંદાજે 1 કરોડ મતદારોના નામ કપાય ગયા
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
IND vs SA: તિલક-હાર્દિકના તરખાટ બાદ, વરુણ ચક્રવર્તીના 'ચક્રવ્યૂહ'માં ફસાયું દક્ષિણ આફ્રિકા; અમદાવાદમાં ભારતની જીત
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
ઋષભ પંતની કેપ્ટનશિપ હેઠળ રમશે વિરાટ,જાણો કઈ ટીમ વતી રમતો જોવા મળશે કિંગ કોહલી
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
10મી વખત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું ભારત, સેમિફાઇનલમાં શ્રીલંકાને 8 વિકેટે હરાવ્યું
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
EDની મોટી કાર્યવાહી, યુવરાજ સિંહ, ઉર્વશી રૌતેલા અને સોનુ સૂદ સહિત અનેક સેલિબ્રિટીઓની કરોડોની સંપત્તિ જપ્ત
IND vs SA 5th T20 Live: ભારતે દક્ષિણ આફ્રિકાને 232 રનનો આપ્યો લક્ષ્યાંક, હાર્દિકની વિસ્ફોટક બેટિંગ
IND vs SA 5th T20: ભારતે દક્ષિણ આફ્રિકાને 30 રને હરાવ્યું, વરુણની 4 વિકેટ
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
IND vs SA: હાર્દિક પંડ્યાની 16 બોલમાં ફિફ્ટી, તિલક અને સેમસન પણ ચમક્યા, ભારતે અમદાવાદમાં બનાવ્યા 231 રન
Embed widget