Stock Market Closing: માર્કેટમાં આજે મિક્સ રિસ્પૉન્સ, સેન્સેક્સ 79 પૉઇન્ટ ચઢ્યો તો નિફ્ટી 6 પૉઇન્ટ રહ્યો અપ
આજે ખુલતા કારોબારી દિવસમાં માર્કેટમાં મીલીજુલી પ્રતિભાવો મળ્યા છે, આજે માર્કેટમાં નિફ્ટી અને સેન્સેક્સ બન્નેમાં ચઢાવ ઉતાર જોવા મળ્યા છે.
![Stock Market Closing: માર્કેટમાં આજે મિક્સ રિસ્પૉન્સ, સેન્સેક્સ 79 પૉઇન્ટ ચઢ્યો તો નિફ્ટી 6 પૉઇન્ટ રહ્યો અપ Stock Market Closing: Stock Market Closing, 14th August 2023, sensex up with 79 points and nifty down with 15 point at today Stock Market Closing: માર્કેટમાં આજે મિક્સ રિસ્પૉન્સ, સેન્સેક્સ 79 પૉઇન્ટ ચઢ્યો તો નિફ્ટી 6 પૉઇન્ટ રહ્યો અપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/09/ef513468cf07655d78c58597c930fe92169157586464877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Stock Market Closing, 14th August 2023: આજે ખુલતા કારોબારી દિવસમાં માર્કેટમાં મીલીજુલી પ્રતિભાવો મળ્યા છે, આજે માર્કેટમાં નિફ્ટી અને સેન્સેક્સ બન્નેમાં ચઢાવ ઉતાર જોવા મળ્યા છે. કારોબારી દિવસના અંતે આજે બીએસઇ સેન્સેક્સમાં વધારો જોવા મળ્યો હતો, દિવસના અંતે સેન્સેક્સ 0.12 ટકાના વધારા સાથે 79.27 પૉઇન્ટ ચઢીને 65,401.92 અપ રહ્યો હતો, જ્યારે એનએસઇનો ઇન્ડેક્સ નિફ્ટી 0.03 ટકાની સાથે 6.25 પૉઇન્ટના વધારા સાથે 19,434.55એ બંધ રહ્યો હતો. આમ આજે સ્ટૉક માર્કેટના બન્ને ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી ચઢાવ ઉતાર સાથે બંધ રહ્યાં હતા.
આજે વૉલિટિલિટીની વચ્ચે માર્કેટ સપાટ સ્તર પર બંધ રહ્યું, આઇટી શેરો ચઢ્યા, મેટલ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફિન નિફ્ટી એક્સપાયરીના દિવસના માર્કેટમાં નીચે રિક્વરી જોવા મળી અને કારોબારીના અંતે નિફ્ટી-સેન્સેક્સ નીચલા સ્તર પર બંધ રહ્યાં. આઇટી, એફએમસીજી, એનર્જી શેરોમાં ખરીદદારી રહી જ્યારે મેટલ, રિયલ્ટી, ઓટો શેરોમાં દબાણ રહ્યું. વળી, પીએસઇ, ફાર્મા, બેન્કિંગ શેરોમાં ઘટાડો જોવા મળ્યો. આ બધાની વચ્ચે મિડકેપ, સ્મૉલકેપ શેરોમાં દબાણ જોવા મળ્યુ. કારોબારના અંતમાં સેન્સેક્સ 79.27 પૉઇન્ટ વધ્યો હતો.
રિલાયન્સ- ઇન્ફોસિસમાં તેજીના કારણે સ્થિર થયુ માર્કેટ, ભારે ઘટાડા બાદ અંતિમ કલાકોમાં ખરીદદારીના કારણે ગ્રીન સાઇન પર બંધ થયુ માર્કેટ
સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ખૂબ જ અસ્થિર રહ્યું છે. સવારે ઘટાડા સાથે બજાર ખુલ્યા બાદ બીએસઈ સેન્સેક્સ 500 પૉઈન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 170 પૉઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં બજારે નીચલા સ્તરેથી શાનદાર વાપસી કરી હતી. નિફ્ટીમાં 200 પૉઇન્ટની રિકવરી જોવા મળી હતી જ્યારે 700 પૉઇન્ટની રિકવરી જોવા મળી હતી. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 79 પૉઈન્ટના વધારા સાથે 65,401 પર અને નિફ્ટી 6 ટકાના વધારા સાથે 19,434 પૉઈન્ટ પર બંધ થયો હતો.
સેક્ટૉરિયલ સ્થિતિ
આજના કારોબારમાં આઈટી અને એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી હતી. આ બે સેક્ટર ઉપરાંત મીડિયા અને એનર્જી સેક્ટરના શેરોમાં પણ તેજી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, ઓટો, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50માંથી 23 શેર વધીને અને 27 ઘટીને બંધ થયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)