Stock Market Crash: ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 2500થી વધુ પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોએ 17 લાખ કરોડ ગુમાવ્યા
અમેરિકામાં મંદીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. સોમવારે ખુલતાની સાથે જ બજાર તૂટી ગયું હતું
અમેરિકામાં મંદીની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. ટ્રેડિંગ સપ્તાહનો પહેલો દિવસ સોમવાર પણ શેરબજાર માટે 'બ્લેક મન્ડે' જેવો દેખાઈ રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ ભારતીય શેરબજારમાં આજે સુનામી આવી હતી અને સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો થયો હતો. માર્ચ 2020 પછી શેરબજારમાં આ સૌથી મોટો ઘટાડો છે, જ્યાં રોકાણકારોને 17 લાખ કરોડનું નુકસાન થયું છે. બીએસઇનું માર્કેટ કેપ 440.13 લાખ કરોડ પહોંચ્યું હતું જે અગાઉના સેશનમાં 457.16 લાખ કરોડ રૂપિયા હતું. જોકે, આજે બજારનો ઘટાડો વૈશ્વિક બજારોમાં ઘટાડાને કારણે છે. હાલમા સેન્સેક્સ 2538 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે જ્યારે નિફ્ટી 771 પોઇન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઇ રહ્યો છે.
અગાઉ અમેરિકન બજારોમાં ઘટાડાથી સ્થાનિક શેરબજારોને અસર થઇ છે. બેન્ક નિફ્ટી 650થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો અને શરૂઆતની મિનિટોમાં જ 800 પોઈન્ટ ઘટીને 50560 થઈ ગયો હતો. સોમવારે ખુલતાની સાથે જ બજાર તૂટી ગયું હતું. જ્યારે બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ સોમવારે 79,700.77 પર ખુલ્યો હતો, જે તેના અગાઉના બંધની તુલનામાં 1200 પોઈન્ટ્સ ઘટ્યો હતો.
Sensex continues to see red; currently trading at 78,815.92, down by 2166.03 points. pic.twitter.com/l5Qb1Hpr7D
— ANI (@ANI) August 5, 2024
અમેરિકામાં મંદીના કારણે બજાર તૂટ્યું
શેરબજારમાં આવેલી સુનામીના કારણે અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI ડેટામાં મોટો ઘટાડો થયો છે, જે સંકેત આપી રહ્યું છે કે અમેરિકામાં મંદી આવી શકે છે. આ ઉપરાંત, બેરોજગારોની સંખ્યામાં પણ રેકોર્ડ વધારો થયો છે, જેની સીધી અસર અમેરિકન બજાર પર પડી છે. આઇટી સેક્ટરમાં છટણીની જાહેરાતને કારણે સંકટ વધુ ઘેરી બન્યું છે, જેના કારણે વૈશ્વિક આઇટી ક્ષેત્ર પણ ભારે દબાણ હેઠળ છે.
વિશ્લેષકો માને છે કે બેરોજગારીમાં થયેલો જંગી વધારો આગામી મંદીનો સંકેત છે. આ સિવાય બેન્ક ઓફ જાપાને વ્યાજદરમાં વધારો કર્યો છે જેના કારણે જાપાનના શેરબજારમાં પણ ઘટાડો થયો છે. મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે, જેના કારણે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધનો ખતરો મંડરાઇ રહ્યો છે
આજે બજારના આ ઘટાડામાં BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 16 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે, એટલે કે બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.