(Source: ECI/ABP News/ABP Majha)
Stock Market Crash: ખુલતું માર્કેટ ધડામ, નવા વર્ષના પ્રથમ ટ્રેડિંગમાં જ સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ધરાશાયી
Stock Market Crash: નવા વર્ષના પ્રથમ ટ્રેડિગ દિવસે સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો થયો હતો.
Stock Market Crash: નવા વર્ષના પ્રથમ ટ્રેડિગ દિવસે સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો થયો હતો. આજે અચાનક શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કારોબારની શરૂઆત દરમિયાન શેરબજાર દબાણ હેઠળ હતું, ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 79,713.14 પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 1100 પોઇન્ટથી વધુ ઘટીને 78564 પર પહોંચી ગયો છે. એ જ રીતે નિફ્ટી સોમવારે 24,315.75 પોઈન્ટ પર ખુલ્યો હતો, પરંતુ હવે તે 379.95 પોઈન્ટ ઘટીને 23,924 પર ટ્રેડ કરી રહ્યો હતો.
BSE સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં જંગી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે માત્ર 4 શેરોમાં જ તેજી જોવા મળી રહી હતી. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં સૌથી વધુ 2.39 ટકાનો વધારો થયો હતો. સન ફાર્માના શેરમાં સૌથી વધુ 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 2.64 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે બજારમાં વધુ દબાણ વધ્યું છે.
આ ક્ષેત્રોમાં ભારે ઘટાડો
સેક્ટરની વાત કરીએ તો તમામ સેક્ટરમાં ઘટાડો ચાલુ છે. મીડિયા સેક્ટરમાં 2.66 ટકા અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં 2.47 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પછી ફાઇનાન્સ, ઓટો, બેન્ક અને કન્ઝ્યુમર સેક્ટરમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ તમામ ક્ષેત્રોમાં ઘટાડા સાથે રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે.
આ 10 શેર તૂટ્યા
મોટા શેરોમાં ઘટાડાની વાત કરીએ તો RIL, Adanin Port, Sunpharma, Tata Motors જેવા હેવીવેઈટ શેરોમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. ઈન્ડિયન ઓઈલના શેરમાં 5 ટકા, બજાજ ઓટોના શેરમાં 4.30 ટકા, હીરોમોટોકોર્પના શેરમાં 3.8 ટકાનો ઘટાડો થયો છે. હિન્દુસ્તાન ઝિંક 4 ટકા, એચપીસીએલના શેર 3.82 ટકા, પીવીઆર 6 ટકા, ચેન્નઈ પેટ્રો કોર્પ 5.49 ટકા અને બ્લુ સ્ટાર 5 ટકા ઘટ્યા હતા.
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ