Stock Market LIVE Updates: શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 200 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 17600ની નીચે
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેરમાં જ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે અને 43 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
LIVE
Background
Stock Market LIVE Updates: શેરબજારે આજે મિશ્ર વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેર બજારમાં પણ જોવા મળી રહી છે. આજે શેરબજારમાં લાલ નિશાનમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડાનાં રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યાં છે.
કેવી રીતે ખુલ્યું બજાર
આજે સેન્સેક્સ 221 પોઈન્ટના ઘટાડા સાથે 58,743ના સ્તરે અને નિફ્ટીએ 90 પોઈન્ટના ઘટાડા સાથે 17,584 પર શરૂઆત કરી છે. આઈટી અને બેન્કિંગ શેરોમાં નબળાઈ સાથે કારોબાર થઈ રહ્યો છે.
નિફ્ટીની કેવી ચાલ છે?
આજના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 6 શેરમાં જ તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે અને 43 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટી 200 થી વધુ પોઈન્ટ ઘટીને 37401 ના સ્તર પર છે. બજારની નજર હવે ગઈકાલે ઈન્ફોસિસના પરિણામો પર છે અને ગઈકાલે ટીસીએસના પરિણામો બાદ આજે આઈટી શેરોમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે.
શેરબજારના પ્રી-ઓપનિંગમાં ચાલ
આજે શૅરબજારની મુવમેન્ટ પ્રી-ઓપનિંગમાં પણ સુસ્ત જણાય છે અને તે લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહી છે. NSE નો નિફ્ટી 17584 પર ટ્રેડ કરી રહ્યો છે અને તેમાં 90 પોઈન્ટ અથવા 0.51 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં પણ 400થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બજારમાં ઘટાડો વધ્યો
બજારમાં ઘટાડો વધ્યો. મિડકેપમાં 2 મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો છે. નિફ્ટીના 50માંથી 45 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં વેચવાલીનું વર્ચસ્વ હતું. નિફ્ટી બેન્કના 12માંથી 10 શેરો ઘટ્યા છે.
સેન્સેક્સમાં વધનારા-ઘટનારા સ્ટોક
સૌથી વધુ એક્ટિવ સ્ટોક
NSE પર સૌથી વધુ સક્રિય શેરોમાં વોડા આઈડિયા, અદાણી પાવર, ટાટા પાવરનો સમાવેશ થાય છે.
સેક્ટર વોચ:
NSE પર શરૂઆતના વેપારમાં માત્ર મીડિયા અને ફાર્મા ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે.