Stock Market Update: શેરબજારની તેજીને લાગી બ્રેક, ભારતીય સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 600 અને નિફ્ટી 200 પોઈન્ટ ડાઉન
શેરબજારમાં આવેલા જંગી ઘટાડાની અસરથી કોઈપણ ક્ષેત્ર બચ્યું ન હતું. બેન્કિંગ સેક્ટરથી લઈને આઈટી, ઓટો, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્મા સહિત મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Stock Market Opening on 11th Feb 2022: સતત ત્રણ દિવસના શાનદાર ઉછાળા પછી ભારતીય શેરબજારની તેજી પર પૂર્ણવિરામ આવી ગયું છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 478 પોઈન્ટ ઘટીને 58443 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 143 પોઈન્ટ ઘટીને 17,462 પોઈન્ટ પર ખુલ્યો હતો. પરંતુ આ પછી, બજારમાં ઘટાડો વધતો ગયો અને સેન્સેક્સ લગભગ 650 પોઈન્ટ નીચે ગયો. હાલમાં સેન્સેક્સ 700 અને નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
નિફ્ટી 196 પોઈન્ટ ડાઉન
બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 196 પોઈન્ટ ઘટીને 17,409 પર ટ્રેડ થઈ રહ્યો છે. તે 17,451 પર ખુલ્યો અને 17,391ની નીચી અને 17,454 ની ઉપલી સપાટી બનાવી. તેના 50 શેરોમાંથી 8 શેરો લાભમાં છે અને 42 ઘટાડામાં છે. આગામી 50 મિડકેપ, નિફ્ટી બેન્ક અને નિફ્ટી ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં ઘટાડો થયો.
શેરબજારમાં આવેલા જંગી ઘટાડાની અસરથી કોઈપણ ક્ષેત્ર બચ્યું ન હતું. બેન્કિંગ સેક્ટરથી લઈને આઈટી, ઓટો, રિયલ એસ્ટેટ, એફએમસીજી, ફાર્મા સહિત મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે, તો માત્ર 2 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ફાયદો એનટીપીસીનો છે, જે 0.29 ટકાના વધારા સાથે રૂ. 136.30 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે ઘટતો શેર ટેક મહિન્દ્રાનો છે, જે 2.55 ટકાના ઘટાડા સાથે રૂ. 1430 પર ટ્રેડ કરી રહ્યો છે.
સ્ટોકમાં ઘટાડો
એશિયન પેઈન્ટ્સ ઉપરાંત મારુતિ, બજાજ ફિનસર્વ, એરટેલ, સન ફાર્મા, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઈનાન્સ, પાવર ગ્રીડ, ઈન્ફોસીસ, એચડીએફસી, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, લાર્સન, કોટક મહિન્દ્રાના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વધતો સ્ટોક
એનટીપીસી ઉપરાંત ટાટા સ્ટીલ, બીપીસીએલ, ઈન્ડિયન ઓઈલ, ઓએનજીસી, હિન્દાલ્કોના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે.