શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1500 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 23,300ને પાર
શેરબજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 500 પોઈન્ટ અથવા 2.19 ટકાના જંગી ઉછાળા સાથે 23,328.55 પર બંધ રહ્યો હતો.

શેરબજારમાં આજે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી 50 ઈન્ડેક્સ 500 પોઈન્ટ અથવા 2.19 ટકાના જંગી ઉછાળા સાથે 23,328.55 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 1,577.63 પોઈન્ટ અથવા 2.09%ના જંગી ઉછાળા સાથે 76,734.89 પર બંધ થયો હતો. ટ્રમ્પે નવી ટેરિફ પોલિસી પર 90 દિવસ માટે રોક લગાવ્યા બાદ આ ઉછાળો નોંધાયો છે. આજના કારોબારમાં તમામ સેક્ટોરીયલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા અને નિફ્ટી ઓટો અને નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં મજબૂત તેજી જોવા મળી હતી.
આજના ટોપ ગેઇનર્સ સ્ટોક્સ
મંગળવારે, ઇન્ડસઇન્ડ બેન્કના શેરમાં નિફ્ટી 50 પેકમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો અને તે 6.73 ટકાના અદભૂત વધારા સાથે રૂ. 735.90 પર બંધ થયો હતો. આ પછી, શ્રીરામ ફાઇનાન્સનો શેર 5.20% વધીને રૂ. 672 પર બંધ થયો, જ્યારે ટાટા મોટર્સનો શેર 4.57% વધીને રૂ. 622.20 પર બંધ થયો. ઉપરાંત, L&Tનો શેર 4.55% વધીને રૂ. 3258 પર બંધ રહ્યો હતો, જ્યારે અદાણી Ent. ના શેર 4.17%ના ઉછાળા સાથે રૂ.2418 પર બંધ થયા.
આજના ટોપ લુઝર્સ સ્ટોક્સ
જો આપણે આજના ટ્રેડિંગમાં નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઘટતા શેરો પર નજર કરીએ તો માત્ર બે જ શેર લાલ નિશાનમાં બંધ થયા છે. ITCનો શેર 0.28% ઘટીને રૂ. 420.40 પર બંધ થયો હતો, જ્યારે HULનો શેર 0.20%ની નજીવી નબળાઈ સાથે રૂ. 2362 પર બંધ થયો હતો. બાકીની 48 કંપનીઓના શેરમાં વધારો નોંધાયો હતો.
તમામ ક્ષેત્રોમાં તેજી
આજના ટ્રેડિંગ સેશનમાં તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયા છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 3.39%ના વધારાની સાથે 21,246 ના સ્તર પર બંધ થયા છે. નિફ્ટી મેટલ 3.20% વધીને 8,430 પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 2.70% વધીને 52,380 ના સ્તર પર બંધ થયો. નિફ્ટી ફાર્મા 2.20%ના ઉછાળા સાથે 20,912ના સ્તરે અને નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.63%ના ઉછાળા સાથે 33,275ના સ્તરે બંધ થયા છે.
BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 3 ટકાના વધારા સાથે બંધ થયા. બધા સેક્ટોરલ ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા. રિયલ્ટી ઇન્ડેક્સ 5 ટકાના વધારા સાથે બંધ થયો. મેટલ, ઓટો ઇન્ડેક્સ 3% થી વધુ વધ્યા. ઊર્જા, આઇટી, તેલ અને ગેસ શેરોમાં ખરીદી જોવા મળી. શેર બજારમાં આજના દિવસે જોરદાર તેજી જોવા મળી છે.





















