Stock Market Today: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 221 પોઈન્ટથી ખુલ્યો, નિફ્ટી ફરી 16 હજારને પાર
નિફ્ટીના 50માંથી 40 શેરો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના 10 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
Stock Market Today: નબળા વૈશ્વિક સંકેતોની અસર આજે શેરબજારમાં જોવા મળી છે. અમેરિકામાં ફુગાવાના આંકડા 41 વર્ષની ટોચે પહોંચ્યા બાદ યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. જોકે, બજાર નબળાઈ પર ખુલ્યા બાદ શરૂઆતના કારોબારમાં તે મજબૂત બન્યું છે. બજારમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
શેરબજારમાં ઓપનિંગ કેવું રહ્યું
આજે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ છે. BSE સેન્સેક્સ 221.73 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 53,637 પર ખુલ્યો હતો. આ સિવાય NSEનો નિફ્ટી 72.15 પોઈન્ટ અથવા 0.45 ટકાના વધારા સાથે 16,010 પર ખુલવામાં સફળ રહ્યો છે.
નિફ્ટીની ચાલ કેવી
નિફ્ટીના 50માંથી 40 શેરો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે અને બાકીના 10 શેરો લાલ નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ સિવાય બેન્ક નિફ્ટી 73.30 અંક એટલે કે 0.21 ટકાના વધારા સાથે 34,724 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
બજારમાં આજે ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. આજના કારોબારમાં નિફ્ટી પર બેન્ક અને ફાઈનાન્શિયલ ઈન્ડેક્સમાં અડધા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ અડધા ટકાથી વધુ ઉછળ્યા છે. નાણાકીય, મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં દેખાઈ રહ્યા છે.
હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 27 શેરો લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. આજના ટોપ ગેનર્સમાં HUL, Airtel, LT, ASIANPAINT, INDUSINDBK, INFY, TITAN અને TECHM નો સમાવેશ થાય છે.
પ્રી-ઓપનિંગમાં સેન્સેક્સ-નિફ્ટીની ચાલ કેવી રહી
આજના પ્રી-ઓપનિંગ ટ્રેડમાં BSE સેન્સેક્સ 47.94 પોઈન્ટના ઘટાડા બાદ 53370.74 પર ટ્રેડ કરી રહ્યો હતો અને NSE નિફ્ટી 7.75 પોઈન્ટ ઘટીને 15930.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.