શોધખોળ કરો

શેરબજારમાં ફ્લેટ શરૂઆત, નિફ્ટી 17800 ને પાર, બજાજ ફાઈનાન્સના સ્ટોકમાં શાનદાર તેજી

METAના સકારાત્મક પરિણામોને કારણે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી વધી છે. આમાં ડાઉ, નાસ્ડેક અને S&P FUTનો સમાવેશ થાય છે.

Stock Market Today: વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં શરૂઆત ફ્લેટ રહી છે.

સેન્સેક્સ 21.89 પોઈન્ટ અથવા 0.04% ઘટીને 60,278.69 પર અને નિફ્ટી 9.30 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 17,804.30 પર હતો. લગભગ 1152 શેર વધ્યા, 643 શેર ઘટ્યા અને 93 શેર યથાવત.

બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ, બજાજ ફિનસર્વ, યુપીએલ અને બીપીસીએલ નિફ્ટીમાં ટોપ ગેઈનર હતા, જ્યારે એચડીએફસી લાઇફ, ઓએનજીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને ડિવિસ લેબ્સમા મંદીની ચાલ જોવા મળી છે. 

મોટી કંપનીઓની આવી હાલત

શરૂઆતી કારોબારની વાત કરીએ તો મોટી કંપનીઓના શેરમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સની 30માંથી 16 કંપનીઓના શેર લાલ નિશાનમાં હતા. TCS અને HDFC શરૂઆતના વેપારમાં સૌથી વધુ નુકસાનકર્તા છે. એક્સિસ બેંક, ICICI બેંક, SBI સહિત તમામ મોટા બેંકિંગ અને નાણાકીય શેરો પણ ખોટમાં છે.

વૈશ્વિક બજારોમાં સતત ઘટાડો

બુધવારે યુએસ બજારોમાં ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 0.68 ટકા અને S&P 500 0.38 ટકા ડાઉન હતું, જ્યારે ટેક-ફોકસ્ડ નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.47 ટકા ઉપર હતો. આજે એશિયન બજારોમાં દબાણનો સમાન વલણ જોવા મળી રહ્યું છે. આજના કારોબારમાં જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 0.23 ટકા જ્યારે હોંગકોંગનો હેંગસેંગ 0.06 ટકા ડાઉન છે.

જાપાનનો નિક્કી અને કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.

METAના સકારાત્મક પરિણામોને કારણે યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ખરીદી વધી છે. આમાં ડાઉ, નાસ્ડેક અને S&P FUTનો સમાવેશ થાય છે.

ભારતીય બજારની વાત કરીએ તો આજે એમેઝોન, ઈન્ટેલના પરિણામો આવવાના છે, તેના પર બજારની નજર રહેશે.

FIIs-DII ના આંકડા

બુધવારે, માસિક સમાપ્તિના એક દિવસ પહેલા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રોકડ બજારમાં શેર ખરીદ્યા હતા. સતત 7 દિવસના વેચાણ પછી ગઈકાલે વિદેશી રોકાણકારોએ રોકડ બજારમાં રૂ. 1,257 કરોડના શેરની ખરીદી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ ગઈ કાલે રૂ. 228 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

બે સ્ટોક NSE પર F&O પ્રતિબંધ હેઠળ 

જીએનએફસી અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝીસ આજે બેન હેઠળ છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ગઈકાલનું બજાર કેવું હતું

વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતો છતાં સ્થાનિક શેરબજારમાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે પસંદગીના શેરોમાં જોરદાર ખરીદીને કારણે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. ગઈકાલના કારોબારમાં સેન્સેક્સ 170 પોઈન્ટ ઉછળ્યો હતો. તે જ સમયે, નિફ્ટીમાં 44 પોઈન્ટનો વધારો નોંધાયો હતો. નિફ્ટી ટ્રેડિંગના અંતે 17,813.60 પર બંધ થયો હતો. BSE મિડકેપ ઇન્ડેક્સ 0.27 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 0.34 ટકા વધ્યો હતો.

બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 169.87 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 60,300.58 પર બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 60,362.79 ની ઊંચાઈએ ગયો અને નીચે 59,954.91 પર આવ્યો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટીમાં 44.35 પોઈન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો જોવા મળ્યો હતો. કારોબારના અંતે નિફ્ટી 17,813.60 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટી 17,827.75 ની ઊંચી સપાટીએ ગયો અને નીચે 17,711.20 પર આવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશHun To Bolish : હું તો બોલીશ : પ્રિ-સ્કૂલોને કેમ પડ્યો વાંધો?Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર, Bank Account માં 4 લોકોને બનાવી શકો છો નોમિની, જાણો વિગતો
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 
Pushpa 2 Collection Prediction: 'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં કરી 55 કરોડની કમાણી, જાણો પ્રથમ દિવસે કેટલું હશે કલેક્શન 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 
તમાકુ પર 35 ટકા GSTનું સૂચન, Google પર ટોપ ટ્રેન્ડ કરી રહ્યું છે Tobacco GST 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Embed widget