Stock Market Today 27 October, 2022: દિવાળી બાદ સ્ટોક માર્કેટમાં તેજી યથાવત, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 17750 ને પાર
અમેરિકામાં મંદીથી રોકાણકારો ચિંતિત છે. આ જ કારણ છે કે છેલ્લા સત્રમાં ખૂબ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે બજાર 5 સપ્તાહના ટોપ લેવલથી નીચે આવી ગયું છે.
Stock Market Today: વૈશ્વિક બજારમાં મંદીના ભણકારની વચ્ચે ભારતીય શેર બજારમાં તેજી યથાવત છે. આજે સ્ટોક માર્કેટમાં તેજી સાથે શરૂઆત થઈ છે.
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59,543.96ની સામે 248.36 પોઈન્ટ વધીને 59792.32 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17,656.35ની સામે 115.05 પોઈન્ટ વધીને 17771.4 પર ખુલ્યો હતો.
ટ્રેડિંગમાં આઇટી સેક્ટર સિવાય દરેક મોટા સેક્ટરમાં ખરીદી છે. નિફ્ટી પર મેટલ ઇન્ડેક્સ 1.5 ટકા વધ્યો છે, જ્યારે બેન્ક અને ફાઇનાન્સિયલ ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ વધ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ લગભગ 1 ટકા વધ્યો છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી સૂચકાંકો પણ લીલા નિશાનમાં છે.
હેવીવેઇટ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 26 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં KOTAKBANK, HDFC, TITAN, TATASTEEL, INDUSINDBK, SUNPHARMA, LT, HDFCBANK, RIL નો સમાવેશ થાય છે.
છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 288 પોઈન્ટ ઘટીને 59,544 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 17,656 પર બંધ થયો હતો.
યુએસ માર્કેટમાં મોટો ઘટાડો
અમેરિકામાં મંદીથી રોકાણકારો ચિંતિત છે. આ જ કારણ છે કે છેલ્લા સત્રમાં ખૂબ વેચવાલી જોવા મળી હતી, જેના કારણે બજાર 5 સપ્તાહના ટોપ લેવલથી નીચે આવી ગયું છે. અમેરિકાના મુખ્ય શેરબજારો પૈકીના એક ડાઉ જોન્સે છેલ્લા સત્રમાં 0.01 ટકાનો નજીવો વધારો કર્યો છે, જ્યારે S&P 500માં 0.74 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સિવાય નાસ્ડેક પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 2.04 ટકા તૂટ્યો છે.
ગ્રીન માર્ક પર યુરોપિયન બજાર
છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન યુએસમાં વેચવાલીનું વર્ચસ્વ રહ્યું હતું, યુરોપના મોટાભાગના શેરબજારોમાં તેજીમાં રહ્યા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 1.09 ટકા વધીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.41 ટકાના સ્તરે બંધ થયું હતું, જ્યારે લંડન સ્ટોક એક્સચેન્જ પણ 0.61 ટકા વધીને બંધ થયું હતું.
એશિયન બજારો પણ ઉછળ્યા
એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે ઉછાળા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ 0.57 ટકા વધ્યો છે, જ્યારે જાપાનનો નિક્કી 0.05 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે. તાઈવાનનું શેરબજાર 1.29 ટકાના ઉછાળા પર છે, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.41 ટકાના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે.