શોધખોળ કરો

શેરબજારમાં તેજીનો તોખાર, નિફ્ટી અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યા, સેન્સેક્સ 63700 ને પાર

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 280 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. જોકે કોરિયાના બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. નાસ્ડેક અને એસએન્ડપી 500 એક ટકાથી વધુ વધવા સાથે ગઈકાલે યુએસ બજારો મજબૂત બંધ થયા હતા.

Stock Market Today: આખરે શેરબજાર નવી વિક્રમી ઊંચાઈને સ્પર્શી ગયું છે અને 7 મહિના પછી નિફ્ટી રેકોર્ડ હાઈ પર પહોંચી ગઈ છે. શેરબજારની શરૂઆત જબરદસ્ત વૃદ્ધિ સાથે થઈ છે. 1 ડિસેમ્બર, 2022 પછી, નિફ્ટી નવી ઊંચાઈએ ખુલ્યો. સેન્સેક્સે 63700 ને પાર ખુલવામાં સફળ રહ્યો હતો. 

કેવી રીતે ખુલ્યું બજાર

BSE સેન્સેક્સ 731.78 પોઈન્ટ એટલે કે 1.16 ટકાના વધારા સાથે 63,701.78 ના સ્તર પર ખુલ્યો. તે જ સમયે, નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવીને 18,908.15 ના સ્તરે ખુલ્યો છે.

09:16 કલાકે સેન્સેક્સ 210.38 પોઈન્ટ અથવા 0.33 ટકા વધીને 63,626.41 પર હતો અને નિફ્ટી 58.30 પોઈન્ટ અથવા 0.31 ટકા વધીને 18,875.70 પર હતો. લગભગ 1,575 શેર વધ્યા, 407 શેર ઘટ્યા અને 85 શેર યથાવત હતા.

નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઈઝ, ડિવિઝ લેબ્સ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ અને એસબીઆઈ ટોપ ગેઈનર્સ હતા, જ્યારે ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી અને સિપ્લા ટોપ લુઝર્સ હતા. 

વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેત

જૂન સિરીઝની સમાપ્તિના દિવસે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. SGX નિફ્ટી એક ક્વાર્ટર ટકા વધ્યો છે. એશિયામાં મિશ્ર વેપાર થઈ રહ્યો છે.  નાસ્ડેક અને એસએન્ડપી 500 એક ટકાથી વધુ વધવા સાથે ગઈકાલે યુએસ બજારો મજબૂત બંધ થયા હતા.

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 280 પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. જોકે કોરિયાના બજારોમાં નરમાઈ જોવા મળી રહી છે. અગાઉ, નાસ્ડેક, એસએન્ડપી અને ડાઉ યુએસ બજારોમાં મજબૂત ખરીદીને કારણે 1.5% કરતા વધુ વધ્યા હતા. ગઈકાલે એટલે કે મંગળવારે BSE સેન્સેક્સ 446 પોઈન્ટ ચઢીને 63,416 પર બંધ થયો હતો.

FII અને DIIના આંકડા

27 જૂને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાં રૂ. 2024.05 કરોડની ખરીદી કરી હતી. આ દિવસે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 1991.35 કરોડનું વેચાણ કર્યું હતું.

NSE પર F&O પ્રતિબંધ હેઠળ આવતા શેર

15મી જૂન 7ના રોજ NSE પર F&O પ્રતિબંધ હેઠળ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, ભેલ, ડેલ્ટા કોર્પ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, ઈન્ડિયા સિમેન્ટ્સ અને મણપ્પુરમ ફાઈનાન્સનો સ્ટોક છે. તમને જણાવી દઈએ કે સિક્યોરિટીઝમાં પોઝિશન તેમની માર્કેટ વાઈડ પોઝિશન લિમિટ કરતાં વધી જાય તો F&O સેગમેન્ટમાં સમાવિષ્ટ સ્ટોક્સને પ્રતિબંધની શ્રેણીમાં મૂકવામાં આવે છે.

ગઈકાલની બજારની ચાલ

સપ્તાહના બીજા કારોબારી દિવસે એટલે કે મંગળવારે સ્થાનિક શેરબજારમાં સતત ત્રણ ટ્રેડિંગ સેશનમાં આવેલ ઘટાડાનો અંત આવ્યો હતો. બજારો જબરદસ્ત ઉછાળા સાથે લીલા નિશાન પર બંધ થયા. BSE સેન્સેક્સ 446 પોઈન્ટના ઉછાળા સાથે નવી ઓલ ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 126 પોઈન્ટ ચઢીને 18,817.40 પોઈન્ટની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો. HDFCના ચેરમેન દીપક પારેખે HDFC-HDFC બેન્કનું મર્જર 1 જુલાઈથી અમલી બનશે તેમ જણાવ્યું તે પછી ટ્રેડિંગ સત્રના ઉત્તરાર્ધમાં બેન્કિંગ શેરોમાં ભારે ખરીદી જોવા મળી હતી.

બીએસઈનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 446.03 પોઈન્ટ અથવા 0.71 ટકાના વધારા સાથે 63,416.03 પોઈન્ટ પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સ 63,467.54 ની ઊંચાઈએ ગયો અને નીચે 63,054.84 પર આવ્યો. એ જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 126.20 પોઈન્ટ એટલે કે 0.68 ટકા વધ્યો હતો. નિફ્ટી દિવસનો અંત 18,817.40 પર હતો. નિફ્ટી 18,829.25 ની ઊંચાઈ સુધી ગયો અને ટ્રેડિંગ દરમિયાન નીચે 18,714.25 પર આવ્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  
Embed widget