શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

નાણાકીય વર્ષના અંતિમ દિવસે શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 600 પોઈન્ટ ઉછળ્યો, રિલાયન્સમાં 2.5 ટકાની તેજી

અદાણી એન્ટરપ્રાઈઝ, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને એચસીએલ ટેક્નોલોજિસ નિફ્ટીમાં મોટા નફામાં હતા.

Stock Market Today: ભારતીય શેરબજાર 31 માર્ચે મજબૂત ખુલ્યા હતા. સેન્સેક્સ 584.79 પોઈન્ટ અથવા 1.01% વધીને 58,544.88 પર અને નિફ્ટી 161.70 પોઈન્ટ અથવા 0.95% વધીને 17,242.40 પર હતો. લગભગ 1532 શેર વધ્યા, 439 શેર ઘટ્યા અને 148 શેર યથાવત.

અદાણી એન્ટરપ્રાઈઝ, નેસ્લે ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને એચસીએલ ટેક્નોલોજિસ નિફ્ટીમાં મોટા નફામાં હતા, જ્યારે કોલ ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, ડિવિસ લેબ્સ અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ ગુમાવનારા હતા.

આજના કારોબારમાં બજારમાં ઓલ રાઉન્ડ તેજી જોવા મળી રહી છે. નિફ્ટી પર બેન્ક, ફાઇનાન્શિયલ, આઇટી અને મેટલ ઇન્ડેક્સ 1 થી 1.5 ટકા વધ્યા છે. જ્યારે અન્ય ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે. આજના ટોપ ગેઇનર્સમાં RELIANCE, TECHM, ICICIBANK, HCLTECH, AXISBANK, M&M, TATASTEEL, SBIનો સમાવેશ થાય છે.

બજાર ખુલતાની સાથે જ તેજી 

બંને મુખ્ય સૂચકાંકોએ આજે ​​મજબૂત ઉછાળા સાથે કારોબારની શરૂઆત કરી હતી. ટ્રેડિંગ શરૂ થતાની સાથે જ સેન્સેક્સ લગભગ 580 પોઈન્ટ વધીને 58,500ના આંકને પાર કરી ગયો હતો. થોડીવારમાં સેન્સેક્સની સ્પીડ 675 પોઈન્ટને પાર કરી ગઈ. એ જ રીતે, NSE નિફ્ટી 160 પોઈન્ટથી વધુ એટલે કે લગભગ 01 ટકાના વધારા સાથે ખુલતાની સાથે જ 17,250 ની સપાટી વટાવી ગયો હતો. આજના કારોબારમાં સ્થાનિક બજારને ઘણા પરિબળોથી સપોર્ટ મળી રહ્યો છે.

મોટી કંપનીઓના શેરમાં ઉછાળો

શરૂઆતના બિઝનેસની વાત કરીએ તો મોટાભાગની મોટી કંપનીઓ ગ્રોથમાં છે. સેન્સેક્સની 30માંથી 28 કંપનીઓના શેર લીલા નિશાનમાં છે. માત્ર 2 કંપની આઈટીસી અને એશિયન પેઈન્ટ્સના શેર નુકસાન સાથે ખુલ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને HCL ટેક 2-2 ટકાથી વધુના વધારા સાથે ખુલ્યા હતા. તમામ ટેક શેરોમાં આજે તેજી જોવા મળી રહી છે.

એશિયન બજારોમાં જાપાનનો નિક્કી 1% વધીને કારોબાર કરી રહ્યો છે. એ જ રીતે કોસ્પી અને હેંગસેંગ ઈન્ડેક્સમાં પણ તેજી છે. અમેરિકન વાયદા બજારોમાં પણ ખરીદી જોવા મળી રહી છે. નાસ્ડેક અને ડાઉ પણ લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કરી રહ્યા છે. જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે ગુરુવારે રામ નવમીના અવસર પર સ્થાનિક બજારો બંધ રહ્યા હતા. જ્યારે બુધવારે સેન્સેક્સ 57960 અને 17,080 પર બંધ રહ્યો હતો.

ભારતીય રૂપિયો શુક્રવારે અમેરિકી ડૉલરના મુકાબલે 22 પૈસા મજબૂત થઈને ખુલ્યો હતો. રૂપિયો 82.34ની સામે 82.12 પ્રતિ ડોલર પર ખુલ્યો હતો.

કોમોડિટી માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડના ભાવ 0.1 ટકા વધીને બેરલ દીઠ $79 અને બેરલ દીઠ $74 થયા હતા.

સ્થાનિક બજારમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના શેરો કંપનીએ તેની નાણાકીય સેવાઓના વિભાજનને મંજૂરી આપ્યા પછી ફોકસમાં રહેશે.

વધુમાં, ઈન્ડિયા રેટિંગ્સ અને એજન્સીએ સ્થિર આઉટલૂક સાથે 'IND A' રેટિંગ સોંપ્યા પછી શક્તિ પંપના શેર પણ ટ્રેક પર આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડRajkot News: પીઠડીયા ટોલપ્લાઝામાં દોઢ ગણો ટોલ ટેક્ષ વધારો કરાતા વિરોધ...Surat News: સુરતમાં ગોવા ટૂરના સસ્તામાં પેકેજની લાલચમાં મહિલા  સાથે ઠગાઈPraful Pansheriya : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાની સ્કૂલ સંચાલકોને ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Embed widget