Stock Market Closing:સેંસેક્સમાં 333 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 19800ની પાર બંધ થયો, કોલ ઈન્ડિયા, NTPC, BPCLના શેરમાં 2%નો ઉછાળો
આજના ટોપ ગેનર્સમાં NTPC, TATAMOTORS, LT, BAJAJFINSV, BHARTIARTL, TITAN નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં ULTRACEMCO, ITC, WIPRO, TECHM, TATASTEEL, JSWSTEELનો સમાવેશ થાય છે.
Stock Market Closing:ઇન્ડિયા, NTPC, BPCL, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રો ટોચના નિફ્ટી ગેઇનર્સ રહ્યાં. જ્યારે UPL, આઇશર મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, ITC અને વિપ્રો નિફ્ટીમાં ટોચના લુઝર હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 333.35 પોઈન્ટ્સ અથવા 0.50 ટકાના વધારા સાથે 66,598.91 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ એટલે કે 0.47 ટકા વધીને 19,820 પર છે. ના સ્તરે બંધ થયો
સેન્સેક્સમાં 333 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 66,599 ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ વધીને 19,820ના સ્તરે બંધ થયો છે.
શેરબજારે આજ ેજી-20નું સ્વાગત કર્યું છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં મજબૂતી જોવા મળી છે. આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 19800ને પાર કરી ગયો છે. આજના કારોબારમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી પર એફએમસીજી, મેટલ, ફાર્મા અને આઈટી ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે. જ્યારે બેન્ક, ફાઈનાન્સિયલ, ઓટો અને રિયલ્ટી ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા. હાલમાં સેન્સેક્સમાં 333 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે અને તે 66,599ના સ્તરે બંધ થયો છે. જ્યારે નિફ્ટી 93 પોઈન્ટ વધીને 19,820ના સ્તરે બંધ થયો છે. હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 21 શેરો લીલા નિશાનમાં બંધ થયા છે. આજના ટોપ ગેનર્સમાં NTPC, TATAMOTORS, LT, BAJAJFINSV, BHARTIARTL, TITAN નો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં ULTRACEMCO, ITC, WIPRO, TECHM, TATASTEEL, JSWSTEELનો સમાવેશ થાય છે.
ભારતે 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે આગામી 20 વર્ષ માટે 8-9 ટકાના દરે વૃદ્ધિ કરવાની જરૂર છે. ડેલોઈટ સાઉથ એશિયાના સીઈઓ રોમલ શેટ્ટીએ આ વાત કહી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાની દિશામાં કામ કરવાનું આહ્વાન કર્યું છે. શેટ્ટીએ જણાવ્યું હતું કે 'ચીન પ્લસ વન' વ્યૂહરચનાથી ભારતને ફાયદો થઈ શકે છે કારણ કે અન્ય કોઈ દેશ અહીં ઉપલબ્ધ કામગીરીના સ્કેલ અને કદની ઓફર કરી શકશે નહીં.