શોધખોળ કરો

Sula Vineyards IPO: વાઇન બનાવતી કંપની Sula Vineyards નો IPO આજથી ખુલશે, જાણો GMP અને અન્ય વિગતો

જો સુલા વાઈનયાર્ડ્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે તો તે દેશની પ્રથમ વાઈન બનાવતી કંપની હશે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે.

Sula Vineyards IPO: દેશની સૌથી મોટી વાઈન બનાવતી કંપની સુલા વાઈનયાર્ડ્સ આઈપીઓ (Sula Vineyards IPO) આજથી રોકાણ માટે ખુલી ગયો છે. Sula Vineyards IPO 12 થી 14 ડિસેમ્બર, 2022 દરમિયાન રોકાણ માટે ખુલ્લો રહેશે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી રૂ. 960 કરોડ એકત્ર કરવા જઈ રહી છે.

પ્રાઇસ બેન્ડ શું છે

સુલા વાઈનયાર્ડ્સે આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 340 થી રૂ. 357 નક્કી કરી છે. IPO 12 થી 14 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ શેર 22 ડિસેમ્બર, 2022ના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને BSE પર લિસ્ટ થશે. સુલા વાઈનયાર્ડ્સ ઓફર ફોર સેલ હેઠળ આઈપીઓમાં 2.69 કરોડ શેર વેચવા જઈ રહી છે. કંપનીના રોકાણકારો IPOમાં તેમના શેર વેચી રહ્યા છે. એટલે કે IPOમાં આવનારી તમામ રકમ કંપનીને નહીં મળે પરંતુ શેરધારકોને જશે. કંપનીએ 9 ડિસેમ્બરે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 288.10 કરોડ એકત્ર કર્યા છે.

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.

IPO વોચ અનુસાર, સુલા વાઈનયાર્ડ્સનો શેર ગ્રે માર્કેટમાં રૂ. 40ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કે આ હિસાબે રૂ.400ની આસપાસ શેર લિસ્ટ થઈ શકે છે.

સ્ટોક એક્સચેન્જ લિસ્ટ થનાર પ્રથમ વાઇન કંપની

કંપનીનો IPO લાવવાનો હેતુ તેને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવવાનો છે તેમજ હાલના રોકાણકારો તેમનો હિસ્સો વેચી શકે છે. જો સુલા વાઈનયાર્ડ્સ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે તો તે દેશની પ્રથમ વાઈન બનાવતી કંપની હશે જે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. સુલા વાઇનયાર્ડ્સ વાઇન ટુરિઝમ ક્ષેત્રે અગ્રણી કંપનીઓમાંની એક છે. મહારાષ્ટ્રના નાસિકમાં પણ બે વાઈન રિસોર્ટ છે.

સુલા વાઇનયાર્ડ્સ ફાઇનાન્સિયલ્સ

2021-22માં સુલા વાઇનયાર્ડ્સની આવક રૂ. 453.92 કરોડ હતી જ્યારે નફો રૂ. 52.14 કરોડ હતો. 2020-21માં આવક 417.96 કરોડ રૂપિયા અને નફો 3.01 કરોડ રૂપિયા હતો. 1996 કંપનીની સ્થાપના કરવામાં આવી હતી. સુલા વાઇનયાર્ડ્સ 13 બ્રાન્ડ નામો હેઠળ લેબલવાળી વાઇનની 56 જાતોનું ઉત્પાદન કરે છે. આ કંપની વાઇન માર્કેટની દિગ્ગજ કંપનીઓમાંની એક છે. કોટક મહિન્દ્રા કેપિટલ, CLSA ઇન્ડિયા અને IIFL સિક્યોરિટીઝ IPO માટે બુક રનિંગ લીડ મેનેજર છે.

બ્રોકરેજ હાઉસ અભિપ્રાય

ચોઈસ બ્રોકિંગ અને કેનેરા બેંક સિક્યોરિટીઝે આઈપીઓ સબસ્ક્રાઈબ કરવાની સલાહ આપી છે. જોકે, કેટલાક બ્રોકરેજ હાઉસ માને છે કે પ્રમોટરનું ઓછું હોલ્ડિંગ ચિંતાનું કારણ છે, આ સ્થિતિમાં માત્ર ઉચ્ચ જોખમ ધરાવતા રોકાણકારોએ જ IPOમાં રોકાણ કરવું જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget