શોધખોળ કરો
Advertisement
TV જોનારાઓ માટે મોટા સમાચાર! બંધ થઈ શકે છે તમારું Set top box, જાણો કેમ
ટ્રાઈએ દેશનાં તમામ ડીટીએચ ઓપરેટર્સને કહ્યું છે કે, તેઓએ હવે પોતાના સબસ્ક્રાઈબર્સનું KYC કરવું પડશે.
નવી દિલ્હીઃ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(TRAI)આ વર્ષેની શરૂઆતથી જ ટીવી જોવા માટે નિયમોમાં અનેક ફેરફાર કર્યા હતા. હવે ટ્રાઈ તરફતી ટીવી જોવા માટે વધુ એક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. TRAIએ DTH સબ્સક્રાઈબર્સ માટે KYC (know your customer) ફરજિયાત કર્યું છે. ટ્રાઈએ દેશના તમામ ડીટીએચ ઓપરેટર્સને કહ્યું ચે કે તેના માટે હવે પોાતના સબ્સક્રાઈબર્સનું KYC (know your customer) કરાવવું જરૂરી છે. સરળતાથી સમજવું હોય તો એટલું કે ટીવી કેબલ માટે KYC પ્રક્રિયા બિલકુલ એવી રીતે હશે જે રીતે નવું સિમ લેવા પર કરવામાં આવે છે.
ટ્રાઈએ દેશનાં તમામ ડીટીએચ ઓપરેટર્સને કહ્યું છે કે, તેઓએ હવે પોતાના સબસ્ક્રાઈબર્સનું KYC કરવું પડશે. ટ્રાઈનો નવો નિયમ હાલનાં અને નવા ડીટીએચ સબસ્ક્રાઈબર્સ એમ બંનેને લાગુ પડશે. આ કેવાયસી પ્રક્રિયા બિલ્કુલ પહેલાં કેવાયએસી જેવી જ છે. હાલના કસ્ટમર્સ માટે કેવાયસી કરાવવા માટે 2 વર્ષનો સમય આપવામાં આવ્યો છે.
કેવાયસી માટે ગ્રાહકોએ સરકાર દ્વારા જારી કરાયેલા આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ જેવા દસ્તાવેજોની નકલ આપવી પડશે. કેબલ ઓપરેટરોએ નવું કનેક્શન આપતા પહેલા ગ્રાહકનું કેવાયસી કરવું પડશે, તે પછી જ નવું સેટ-ટોપ-બોક્સ કામ કરવાનું શરૂ કરશે. હવે ડીટીએચ સેટ-ટોપ-બોક્સ તે જ સરનામાં પર મૂકવામાં આવશે જે સરનામાં કનેક્શન એપ્લિકેશન ફોર્મમાં દાખલ કરવામાં આવશે.
ગ્રાહકની ઓળખ ચકાસવા માટે કેબલ ઓપરેટર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી મોકલશે, ત્યારબાદ સેટ-ટોપ-બોક્સ ઇન્સ્ટોલની પ્રક્રિયા શરૂ થશે. જો ગ્રાહક પાસે મોબાઇલ ફોન ન હોય, તો તેઓએ ઓળખ પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. ઉપરાંત હાલના સબ્સ્ક્રાઇબર્સ કે જેમના ડીટીએચ કનેક્શન મોબાઇલ નંબર સાથે લિંક નથી, તેઓને 2 વર્ષમાં નંબર લિંક કરાવવાનો રહેશે. ટ્રાઈએ ઓપરેટરોને સેટ ટોપ બોક્સ દ્વારા સ્થળ ડેટા એકત્રિત કરવાની મંજૂરી આપતું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion