TCS Salary Hike: TCS એ પગાર વધારીને કર્મચારીઓને આપી ભેટ, શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને 15% સુધીનો પગાર વધારો મળ્યો
TCS Salary Hike: IT ક્ષેત્રમાં મંદી હોવા છતાં, TCS એ એપ્રિલ 1, 2023 થી તેના કર્મચારીઓના વાર્ષિક પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
TCS Rolls Out Salary Hikes: વેટરન આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસે જાહેરાત કરી છે કે તેણે તેના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. વૈશ્વિક આર્થિક સંકટને કારણે IT સેક્ટરમાં મંદી હોવા છતાં TCS એ એપ્રિલ 1, 2023 થી તેના કર્મચારીઓના વાર્ષિક પગારમાં વધારો કર્યો છે.
પ્રથમ ક્વાર્ટરના પરિણામોની જાહેરાત દરમિયાન, TCS CFO સમીર સેકસરિયાએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2023 થી, કંપનીએ કર્મચારીઓના વાર્ષિક પગારમાં વધારો કર્યો છે. તેમણે જણાવ્યું કે પગાર વધારાના કારણે ઓપરેટિંગ માર્જિનના 23.2 ટકા પર 200 બેસિસ પોઈન્ટની અસર જોવા મળી રહી છે. TCSના મિલિંગ લક્કરે જણાવ્યું કે કંપનીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારાઓને 12 થી 15 ટકાનો પગાર વધારો આપ્યો છે. આ સિવાય પ્રમોશન પણ આપવામાં આવ્યું છે.
TCS એ એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 523 નવા કર્મચારીઓ ઉમેર્યા છે. કંપનીએ કહ્યું કે એટ્રિશન રેટમાં ઘટાડો થયો છે. મતલબ કે કંપનીમાંથી રાજીનામું આપનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. 30 જૂન, 2023 સુધીમાં TCSના કર્મચારીઓની સંખ્યા વધીને 6,15,318 થઈ ગઈ છે. વૈશ્વિક કટોકટી અને IT સેક્ટરમાં મંદીને કારણે ભરતીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કંપનીએ કહ્યું કે TCSમાં 154 દેશોના નાગરિકો વર્કફોર્સ તરીકે તૈનાત છે, જેમાં 35.8 ટકા મહિલાઓ છે. મિલિંદ લક્કરે કહ્યું કે અમારું ધ્યાન શ્રેષ્ઠ પ્રતિભા વિકસાવવા, તેમને જાળવી રાખવા અને પુરસ્કાર આપવા પર છે. તેમણે કહ્યું કે 55 ટકા કર્મચારીઓ હવે અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાં આવી રહ્યા છે.
ટીસીએસમાં પગાર વધારાના સમાચાર આવ્યા છે, જ્યારે આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું હતું કે અન્ય એક દિગ્ગજ આઈટી કંપની ઈન્ફોસિસે પગાર વધારાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આઈટી સેક્ટર પર વૈશ્વિક કટોકટીનું પરિણામ હોવાનું માનવામાં આવે છે.
દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS) એ નાણાકીય વર્ષ 2023-24 માટે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં 17 ટકાનો ઉછાળો આવ્યો છે. એપ્રિલથી જૂન ક્વાર્ટર વચ્ચે કંપનીનો ચોખ્ખો નફો 11,074 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે કંપનીની આવક રૂ. 59,381 કરોડ રહી છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 13 ટકા વધુ છે. ટીસીએસના પરિણામોની ઘોષણા સાથે જ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના પરિણામોની ઘોષણા શરૂ થઈ ગઈ છે.