શોધખોળ કરો

ભાડૂઆત પણ છે ફ્લેટનો માલિક! મકાનમાલિકની મનમાનીને અટકાવવા માટે જાણો આ 5 કાયદાકીય અધિકારો

Tenant Rights India: વારંવાર ઘર ખાલી કરવાની ધમકી કે અચાનક ભાડું વધારવાની ઝંઝટથી બચવા માટે, ભાડૂઆતોએ પોતાના આ 5 મહત્વના અધિકારો જરૂર જાણવા જોઈએ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યોગ્ય ભાડા કરાર કાનૂની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે.
  • ભાડું વધારવા ત્રણ મહિનાની લેખિત નોટિસ આપવી ફરજિયાત છે.
  • ભાડૂઆતની મંજૂરી વિના ઘરમાં પ્રવેશ કરવો કાયદા વિરુદ્ધ છે.
  • સિક્યોરિટી ડિપોઝિટ મર્યાદિત, મૂળભૂત સેવાઓ કાપી શકાતી નથી.

Tenant Rights India: દિલ્હી, મુંબઈ કે નોઈડા જેવા મોટા શહેરોમાં ભાડે ઘર શોધવું એ કોઈ યુદ્ધ જીતવા સમાન છે. ઘણી મહેનત પછી કદાચ તમને સારું ઘર મળી પણ જાય, પરંતુ ખરી લડાઈ તો ત્યારપછી મકાનમાલિકના નિયમો અને શરતો સાથે શરૂ થાય છે. જેમ કે, રાત્રે 10 વાગ્યા પછી એન્ટ્રી નહીં, કોઈ મહેમાન નહીં અને આવતા મહિનાથી ભાડામાં 20% નો વધારો. જો તમે પણ ભાડાના મકાનમાં રહો છો, તો મકાનમાલિકની આ વાતો અને નાની-નાની વાતોમાં ઘર ખાલી કરાવવાની ધમકીઓ તમારા માટે અજાણી નહીં હોય. પરંતુ શું તમે જાણો છો કે કાયદા મુજબ તમે માત્ર એક ભાડૂઆત નથી, પરંતુ તે ઘરના કામચલાઉ માલિક છો? કાયદાકીય નિષ્ણાતોના મતે, ભાડાના નિયમો ભાડૂઆતોને એટલા મજબૂત અધિકારો આપે છે કે મકાનમાલિકો મનમાની કરી શકતા નથી. ચાલો જાણીએ એવા 5 મુખ્ય અધિકારો વિશે, જે દરેક ભાડૂઆતને ખબર હોવા જ જોઈએ.

1. ભાડા કરાર (Rent Agreement) વિના બધું જ નકામું

એડવોકેટ રાકેશ ઉપાધ્યાય જણાવે છે કે તમારે ક્યારેય પણ યોગ્ય ભાડા કરાર વિના કોઈ ઘરમાં રહેવા જવું જોઈએ નહીં. આ કરારમાં ભાડું, સિક્યોરિટી ડિપોઝિટ અને રહેવાનો સમયગાળો સ્પષ્ટપણે લખાયેલો હોવો જોઈએ. 11 મહિનાનો કરાર બંને પક્ષોને કાનૂની રક્ષણ પૂરું પાડે છે. જો ભવિષ્યમાં મકાનમાલિક કોઈ વાતથી ફરી જાય, તો આ એગ્રીમેન્ટ તમારું સૌથી મોટું હથિયાર સાબિત થાય છે.

2. મનફાવે તેમ ભાડું વધારી શકાય નહીં

ઘણીવાર મકાનમાલિકો વર્ષની વચ્ચે જ ભાડું વધારવાની માંગ કરતા હોય છે. પરંતુ નિયમો અનુસાર, કરારના સમયગાળા દરમિયાન મકાનમાલિક અધવચ્ચેથી ભાડું વધારી શકે નહીં. જો ભાડું વધારવું જ હોય, તો તેના માટે ઓછામાં ઓછા 3 મહિના પહેલાં લેખિતમાં નોટિસ આપવી ફરજિયાત છે.

3. ઘરમાં પ્રવેશ માટે ભાડૂઆતની મંજૂરી જરૂરી

જો તમારા મકાનમાલિક તમારી ગેરહાજરીમાં કે અચાનક તમારી જાણ બહાર ફ્લેટનું તાળું ખોલીને અંદર પ્રવેશે છે, તો તે કાયદાની બિલકુલ વિરુદ્ધ છે. કાયદા મુજબ, ભાડૂઆતની પ્રાઇવસી (ગોપનીયતા) એ તેનો અધિકાર છે. મકાનમાલિકે ઘરના ચેકિંગ અથવા રિપેરિંગ કામ માટે આવતા પહેલાં ઓછામાં ઓછા 24 કલાક અગાઉ ભાડૂઆતને જાણ કરવી જરૂરી છે.

આ પણ વાંચોઃ ભાડુઆતોની તરફેણમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો, મકાન માલિકોને લાગશે મોટો ઝાટકો

4. સિક્યોરિટી ડિપોઝિટની લિમિટ

ઘર ખાલી કરતી વખતે સિક્યોરિટી ડિપોઝિટના પૈસા પાછા આપવા બાબતે મોટાભાગે માથાકૂટ થતી હોય છે. નિયમ મુજબ, મકાનમાલિક રહેણાંક મકાન માટે એડવાન્સ કે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે વધુમાં વધુ 2 મહિનાનું ભાડું જ લઈ શકે છે. ઉપરાંત, જ્યારે તમે ઘર ખાલી કરો છો ત્યારે કોઈપણ ગેરવાજબી કાપ મૂક્યા વિના આ રકમ તરત જ પરત કરવી ફરજિયાત છે.

5. વીજળી અને પાણીનું કનેક્શન કાપી શકાય નહીં

આજકાલ એવું જોવા મળે છે કે જો કોઈ નાનો વિવાદ થાય અથવા ભાડું ચૂકવવામાં મોડું થાય, તો મકાનમાલિક તરત જ વીજળી કે પાણીનું કનેક્શન કાપી નાખવાની ધમકી આપે છે. નિષ્ણાતોના મતે, મકાનમાલિકને આવું કરવાની સખત મનાઈ છે. જો તેઓ મૂળભૂત સુવિધાઓ જેવી કે વીજળી અને પાણીનો પુરવઠો બંધ કરે છે, તો ભાડૂઆતને સીધા જ રેન્ટ ઓથોરિટી કે કોર્ટમાં જવાનો સંપૂર્ણ અધિકાર છે. આ માટે મકાનમાલિકને મોટો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ ભાડાના મકાનમાં નુકસાન થાય તો ખર્ચ કોણ ભોગવશે? મકાનમાલિક કે ભાડૂઆત? જાણો કાયદાકીય નિયમો

Frequently Asked Questions

ભાડા કરાર (Rent Agreement) શા માટે મહત્વનો છે?

યોગ્ય ભાડા કરાર વિના ઘરમાં ન રહેવું જોઈએ. 11 મહિનાનો કરાર બંને પક્ષોને કાનૂની રક્ષણ પૂરું પાડે છે અને વિવાદોમાં તમારું હથિયાર બની શકે છે.

શું મકાનમાલિક ગમે ત્યારે ભાડું વધારી શકે છે?

ના, નિયમો અનુસાર કરારના સમયગાળા દરમિયાન મકાનમાલિક અધવચ્ચેથી ભાડું વધારી શકતો નથી. જો ભાડું વધારવું હોય તો 3 મહિના પહેલાં લેખિતમાં નોટિસ આપવી ફરજિયાત છે.

શું મકાનમાલિક ભાડૂઆતની મંજૂરી વિના ઘરમાં પ્રવેશી શકે છે?

ના, મકાનમાલિક ભાડૂઆતની પ્રાઇવસીનો ભંગ કરી શકતો નથી. ઘરના ચેકિંગ કે રિપેરિંગ માટે આવતા પહેલાં ઓછામાં ઓછા 24 કલાક અગાઉ ભાડૂઆતને જાણ કરવી જરૂરી છે.

સિક્યોરિટી ડિપોઝિટ તરીકે મકાનમાલિક કેટલી રકમ લઈ શકે છે?

મકાનમાલિક રહેણાંક મકાન માટે એડવાન્સ કે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે વધુમાં વધુ 2 મહિનાનું ભાડું જ લઈ શકે છે. ઘર ખાલી કરતી વખતે આ રકમ તરત જ પરત કરવી ફરજિયાત છે.

વિવાદ થાય તો શું મકાનમાલિક વીજળી-પાણીનું કનેક્શન કાપી શકે?

ના, મકાનમાલિકને આવું કરવાની સખત મનાઈ છે. જો તેઓ મૂળભૂત સુવિધાઓ બંધ કરે તો ભાડૂઆતને રેન્ટ ઓથોરિટી કે કોર્ટમાં જવાનો સંપૂર્ણ અધિકાર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
80મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ લાલ બાંધણીની પાઘડી સાથે દેશને આપ્યો આ એક ખાસ સંદેશ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Embed widget