શોધખોળ કરો

Election Commission: ચૂંટણી પંચે મતદાતાઓના વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કરવાની શરૂ કરી ઝુંબેશ, જાણો સમગ્ર પ્રોસેસ

Election Commission: ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓના વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મતદાર યાદીને એક્યુરેટ બનાવવાના ઉદેશથી આ ઝુંબેશ હાથ ધરાઈ છે.

Election Commission: ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓના વોટર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મતદાર યાદીને એક્યુરેટ બનાવવાના ઉદેશથી આ ઝુંબેશ હાથ ધરાઈ છે. મતદાતાઓ પોતાના આધાર કાર્ડને વોટર આઈડી સાથે જોડવા ફોર્મ 6(બી) ભરવાનું રહે છે. આ પ્રક્રિયા મોબાઈલ એપ, ઈન્ટરનેટ પોર્ટલ અને ઓફલાઇન પણ થઈ શકે છે.

મતદાર યાદીમાં મૃત્યુ પામેલ લોકો, સ્થળાંતરિત થયેલ લોકોના ડેટા પડ્યા રહે છે. આ ઉપરાંત આવનારા સમયમાં સ્થળાંતરિત થયેલા લોકો પોતાના મત વિસ્તાર માટે વોટ આપી શકે તે માટે પણ ચૂંટણીપંચ તૈયારીઓ કરી રહ્યું છે. ત્યારે આધાર કાર્ડને ચૂંટણીકાર્ડ સાથે જોડવાથી મતદાતાની ઓળખ પણ વધુ શસક્ત બનશે. આ માટે મતદાતાએ પોતાના મોબાઈલ એપ સ્ટોરમાંથી વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા મોબાઈલ નંબર નાખતા ઓટીપી આવશે જેથી પાસવર્ડ જનરેટ થઈ શકશે. 

એપમાં વોટર રજિસ્ટ્રેશન આઇકોન પર ક્લિક કરતા છેલ્લો ઓપશન ફોર્મ 6(બી) દેખાશે. જેમાં જઈને વોટર ID નંબર નાખતા આપની વોટર કાર્ડની વિગતો દેખાશે. જેની નીચે આધાર કાર્ડ નંબર માંગ્યો હશે. જેમાં આધાર કાર્ડ નમ્બર નાખીને સબમિટ કરતા આપનું વોટર આઈડી આપના આધાર કાર્ડ સાથે લિંક થશે. 

ઉલ્લેખનીય છે કે, ચૂંટણીકાર્ડ સાથે આધારકાર્ડ જોડવુ તે સ્વૈચ્છીક બાબત છે. એપ ઉપરાંત ચૂંટણીપંચના પોર્ટલ પર અને આપના વિસ્તારના બૂથ લેવલ ઓફિસર પાસેથી ફોર્મ ભરીને પણ આ પ્રક્રિયા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લામાં 60 લાખ વોટર આવેલા છે. જેમાંથી અત્યારે 05 ટકા જેટલા લોકોની વોટરકાર્ડની આધારકાર્ડ સાથે જોડવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં શહેરી વિસ્તાર કરતા ગ્રામ્ય વિસ્તાર આગળ છે.

આ સરકારી બેંકે પણ FD પર વ્યાજ દરમાં કર્યો વધારો

વર્ષ 2022માં મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી હતી. આવી સ્થિતિમાં, મોંઘવારીથી રાહત આપવા માટે, રિઝર્વ બેંકે વર્ષ 2022 માં તેના રેપો રેટમાં સતત વધારો કર્યો છે. આની અસર બેંકના ગ્રાહકો પર પડી છે અને બેંકના થાપણ દરોમાં સતત વધારો જોવા મળ્યો છે. આ સાથે લોનના વ્યાજદરમાં પણ સતત વધારો થયો છે. વર્ષ 2022માં આરબીઆઈનો રેપો રેટ 4.00 ટકાથી વધીને 6.25 ટકા થયો છે. હાલમાં જ દેશની બે મોટી બેંકોએ તેમના FDના દરમાં વધારો કર્યો છે. આ બેંક ખાનગી ક્ષેત્રની મોટી બેંક એટલે કે એક્સિસ બેંક અને સરકારી બેંક એટલે કે બેંક ઓફ ઈન્ડિયા છે. બંનેએ તેમની 2 કરોડથી ઓછી એફડી પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. ચાલો જાણીએ કે ગ્રાહકોને વિવિધ સમયગાળાના વ્યાજ દર પર કેટલું વળતર મળી રહ્યું છે.

એક્સિસ બેંક

Axis Bank FD રેટ્સે તેની 2 કરોડથી ઓછી થાપણો પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. આ વધારા પછી, બેંક તેના સામાન્ય ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.5% થી 7.00% સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે. બીજી તરફ, જો આપણે વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો, બેંક આ સમયગાળા દરમિયાન 3.50 ટકાથી 7.75 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે. બેંક સામાન્ય નાગરિકોને 2 વર્ષથી 30 મહિનાની FD પર સૌથી વધુ 7.26 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 8.01 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. નવા દરો 10 જાન્યુઆરી, 2023થી લાગુ થશે. ચાલો જાણીએ સામાન્ય નાગરિકો માટે અલગ-અલગ સમયગાળામાં મળતા વ્યાજ દર વિશે-

7 થી 45 દિવસની FD - 3.50 ટકા

46 થી 60 દિવસની FD - 4.00 ટકા

61 થી 3 મહિના સુધીની FD - 4.50 ટકા

3 મહિનાથી 6 મહિના સુધીની FD - 4.75 ટકા

6 મહિનાથી 9 મહિના સુધીની FD - 5.75%

9 મહિનાથી 1 વર્ષ સુધીની FD - 6.00 ટકા

1 વર્ષથી 1 વર્ષ સુધીની FD 25 દિવસ - 6.75%

1 વર્ષ 25 દિવસથી 13 મહિના સુધીની FD - 7.10 ટકા

13 મહિનાથી 18 મહિના સુધીની FD - 6.75 ટકા

2 વર્ષથી 30 મહિના સુધીની FD - 7.26 ટકા

30 મહિનાથી 10 વર્ષ સુધીની FD - 7.00 ટકા

બેંક ઓફ ઈન્ડિયા

જાહેર ક્ષેત્રની મોટી બેંક એટલે કે બેંક ઓફ ઈન્ડિયા (Bank of India  FD Rates) એ તેની 2 કરોડથી ઓછી રકમની સ્પેશિયલ ટર્મ એફડી પર વ્યાજ દર વધારવાનો નિર્ણય કર્યો છે. આ માર્જિન 444 દિવસની FD પર લાગુ કરવામાં આવ્યું છે. નવા દરો 10 જાન્યુઆરી, 2023થી અમલમાં આવ્યા છે. બેંક હવે સામાન્ય નાગરિકોને 444 દિવસની FD પર 7.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. તે જ સમયે, બેંક વરિષ્ઠ નાગરિકોને 2 થી 5 વર્ષની FD પર 7.55 ટકા વ્યાજ દર ઓફર કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Jio, Airtel, Vi, BSNL યુઝર્સ પર સરકારની મોટી કાર્યવાહી, 1.7 કરોડ સિમ કાર્ડ કેમ કર્યા બંધ
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
Digital Arrest: CBI ફોન કરે તો ડરો નહીં..., કોઇ ધરપકડ કરશે નહી, કેન્દ્ર સરકારે કેમ જાહેર કરી આ એડવાઇઝરી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
ઇઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ઇન્ડિયન નેવીના ત્રણ જહાજ, 10 વર્ષમાં ત્રીજી વખત થઇ તૈનાતી
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
Watch: ક્રિકેટના મેદાન પર ઉતર્યા સીએમ યોગી, બેટિંગના કૌશલ્યથી ચોંકાવ્યા, જુઓ વીડિયો
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
Embed widget