Unclaimed Deposits: ગુજરાત સહિતના આ રાજ્યોમાં જમા છે દાવા વગરની સૌથી વધુ રકમ, આંકડો જાણીનો ચોંકી જશો તમે
બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે જ્યાં નોમિનીની વિગતો ઉપલબ્ધ છે પરંતુ નોમિની પાસે આ માહિતી નથી ત્યાં તેમને સમય મર્યાદામાં આ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે.
Unclaimed Deposits At Financial Institutions: નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની બેઠકમાં, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તમામ નાણાકીય નિયમનકારોને દાવા વગરની થાપણો, શેર્સ, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા પોલિસીઓ અંગે વિશેષ ઝુંબેશ ચલાવવા માટે કહ્યું છે. સરકાર નોમિનીને શોધીને તેમને આ બિનદાવા વગરના નાણાકીય સાધનોનો લાભ આપવા માંગે છે. બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે જ્યાં નોમિનીની વિગતો ઉપલબ્ધ છે પરંતુ નોમિની પાસે આ માહિતી નથી ત્યાં તેમને સમય મર્યાદામાં આ માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવશે.
બેંકોમાં દાવા વગરની થાપણો
રિઝર્વ બેંક (RBI) ના વાર્ષિક અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2021-22 સુધીમાં, બેંકોમાં દાવા વગરની થાપણો 48,262 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. 2020-21માં આ રકમ 39,264 કરોડ રૂપિયા હતી. આરબીઆઈના જણાવ્યા અનુસાર તામિલનાડુ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ, કર્ણાટક, બિહાર અને તેલંગાણા અને આંધ્રપ્રદેશની બેંકોમાં સૌથી વધુ દાવા વગરની થાપણો જમા છે.
વીમા કંપનીઓમાં દાવો ન કરેલી રકમ
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) પાસેથી મળેલી માહિતી અનુસાર, 31 માર્ચ, 2021 સુધી જીવન વીમા કંપનીઓમાં કુલ 22,043 કરોડ રૂપિયા જમા છે, જેનો કોઈ દાવેદાર નથી. 31 માર્ચ, 2021 સુધીમાં બિન-જીવન વીમા કંપનીઓ પાસે રૂ. 1,241.81 કરોડની થાપણો છે, જેમાં કોઈ દાવેદાર નથી. દેશની સૌથી મોટી વીમા કંપની LIC પોતે 21,538.93 કરોડ રૂપિયાની દાવા વગરની થાપણો ધરાવે છે, જેમાં કોઈ દાવેદાર નથી. આ રકમમાં 2911.08 કરોડ રૂપિયાનું વ્યાજ પણ સામેલ છે, જે દાવા વગરની થાપણો પર પ્રાપ્ત થયું છે.
મ્યુચ્યુઅલ ફંડમાં દાવો ન કરેલી રકમ
સેબી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 31 માર્ચ, 2021 સુધી, મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે દાવા વગરની રકમ તરીકે 1590 કરોડ રૂપિયાની થાપણો હતી, જેમાં 671.88 કરોડ રૂપિયા અનક્લેમ રિડેમ્પશન તરીકે અને 918.79 કરોડ રૂપિયા અનક્લેઈમ ડિવિડન્ડ તરીકે જમા કરવામાં આવ્યા હતા.
કરોડોના દાવા વગરના શેર
દાવો ન કરાયેલા શેરની સંખ્યા પણ કરોડોમાં છે જે ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ (IEPF)માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એક અંદાજ મુજબ, 117 કરોડ શેર ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેનું મૂલ્ય આશરે રૂ. 50,000 કરોડ હોવાનો અંદાજ છે. આ સાથે આ શેર પર 5700 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ પણ સામેલ છે.