યુક્રેન સંકટની ભારતીય અર્થવ્યવસ્થા પર પડશે નકારાત્મક અસર, IMFએ વ્યક્ત કરી આશંકા
યુક્રેનના યુદ્ધની નકારાત્મક અસર યુએસ, યુરોપિયન યુનિયન અને ચીનની અર્થવ્યવસ્થા પર પડવાથી ભારતની નિકાસ માંગ પર પ્રતિકૂળ અસર થશે.
IMF : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ કહ્યું છે કે યુક્રેન પર રશિયાના હુમલાની આર્થિક અસર ભારતની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર કરી શકે છે. જ્યારે ચીન પર તેની તાત્કાલિક અસર પ્રમાણમાં ઓછી દેખાશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની અસર થશે
IMFના સંચાર વિભાગના ડિરેક્ટર ગેરી રાઈસે જણાવ્યું હતું કે યુદ્ધની વૈશ્વિક આર્થિક અસર વિવિધ માધ્યમો દ્વારા ભારતના અર્થતંત્ર પર નકારાત્મક અસર થવાની ધારણા છે. રાઈસે કહ્યું કે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવાથી વેપાર પર પ્રતિકૂળ અસર પડશે. આ સાથે જ તેની મેક્રો-ઇકોનોમિક અસરો પણ હશે. તેનાથી મોંઘવારી અને ચાલુ ખાતાની ખાધ વધશે.વધુમાં રાઈસેએ જણાવ્યું હતું કે, ભારત દ્વારા નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓના ભાવમાં સાનુકૂળ ફેરફાર દ્વારા ચાલુ ખાતા પરની અસરને સંભવિતપણે ઘટાડી શકાય છે. જેમાં ઘઉંનો સમાવેશ થાય છે.
ભારતની આયાત માંગને અસર થશે
તેમણે કહ્યું કે યુક્રેનમાં યુદ્ધની નકારાત્મક અસર યુએસ, યુરોપિયન યુનિયન અને ચીની અર્થવ્યવસ્થાઓ પર ભારતની નિકાસ માંગ પર પ્રતિકૂળ અસર કરશે. જ્યારે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ ભારતની આયાતના કદ અને કિંમતો પર નકારાત્મક અસર કરી શકે છે.
ચીન પર ઓછી અસર થવાની અપેક્ષા
મોનેટરી ફંડના મતે ભારત માટે આઉટલૂક અંગે અનિશ્ચિતતા વધવાનું જોખમ છે. બીજી તરફ IMFએ કહ્યું કે ચીન પર યુદ્ધની તાત્કાલિક અસર ઓછી થશે. રાઈસે કહ્યું કે ચીન પર યુક્રેન સંકટની તાત્કાલિક અસર પ્રમાણમાં ઓછી હોવાની શક્યતા છે. તેલના ઊંચા ભાવ સ્થાનિક વપરાશ અને રોકાણને વધુ અસર કરી શકે છે, પરંતુ ભાવ મર્યાદા અસરને મર્યાદિત કરશે.