(Source: ECI/ABP News/ABP Majha)
Adani Group Stocks: ગૌતમ અદાણીની આ કંપનીના આ સ્ટોકમાં આવી શકે છે 65% ઉછાળો, જાણો એક્સ્પર્ટ મત
Adani Group Stocks: બ્રોકરેજ હાઉસે કંપનીના ઇન્વેસ્ટર્સ ડેમાં ભાગ લીધો હતો, ત્યાર બાદ તેમણે સ્ટોકના લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો છે.
Adani Ports & SEZ Share Price: અદાણી ગ્રૂપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝનો સ્ટોક તેના શેરધારકોને 65 ટકા સુધીનું વળતર આપી શકે છે. નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે આઉટપરફોર્મ રેટિંગ આપતાં જણાવ્યું છે કે, અદાણી પોર્ટ્સના શેરમાં મજબૂત વધારો જોવા મળી શકે છે અને શેર તેના ભાવ સ્તરથી 65 ટકાના ઉછાળા સાથે રૂ. 1960 સુધી જઈ શકે છે. બ્રોકરેજ હાઉસે કંપનીના ઇન્વેસ્ટર્સ ડેમાં ભાગ લીધો હતો, ત્યારબાદ શેરની લક્ષ્ય કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે.
Vizhinjam ફર્સ્ટ સેમી ઓટોમેટેડ પોર્ટ
નુવામા ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં, અદાણી પોર્ટ્સની હેન્ડલિંગ વોલ્યુમ ક્ષમતા વાર્ષિક 12 ટકાની વૃદ્ધિ સાથે વધીને 1 અબજ ટન થશે. લોજિસ્ટિક્સ (કન્ટેનર અને નોન-કન્ટેનર) કંપનીની આવકમાં નોંધપાત્ર યોગદાન આપશે. બંદરો અને લોજિસ્ટિક્સ કામગીરીમાં ટેક્નોલોજીની પ્રગતિમાં મોટો વધારો થશે જેમાં કેરળમાં સ્થિત વિઝિંજમ પોર્ટ દક્ષિણ પૂર્વ એશિયાનું પ્રથમ બંદર હશે જે સેમી ઓટોમેટેડ પોર્ટ હશે. તેનાથી કંપનીની બેલેન્સ શીટ વધુ મજબૂત થશે.
65 ટકા સુધી અદાણી પોર્ટસમાં ઉછાળો શક્ય
નુવામાના આ અહેવાલને કારણે, અદાણી પોર્ટ્સનો સ્ટોક અગાઉના રૂ. 1190ના બંધ ભાવથી રૂ. 1211.65 પર ખૂલ્યો છે અને રૂ. 1194.50 પર ટ્રેડ કરી રહ્યો છે. નુવામાનું કહેવું છે કે સ્ટોક 1960 રૂપિયાના સ્તર સુધી જઈ શકે છે, એટલે કે વર્તમાન સ્તરથી સ્ટોકમાં 65 ટકાનો વધારો શક્ય છે. નુવામા ઉપરાંત કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝે પણ રૂ. 1630ના ટાર્ગેટ સાથે સ્ટોક ખરીદવાની સલાહ આપી છે. જ્યારે મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસે 1530 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
હાઇથી 28 ટકા નીચે ગયો સ્ટોક
અદાણી પોર્ટ્સનો સ્ટોક રૂ. 1621ની ઊંચી સપાટીથી 28 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે અમેરિકામાં અદાણી ગ્રુપની કંપની સામે લાંચ લેવાના આરોપો સામે આવ્યા બાદ સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્રણ મહિનામાં, શેર 21 નવેમ્બર, 2024 ના રોજ તેની 1500 રૂપિયાની ઊંચી સપાટીથી 33 ટકા ઘટીને 995 રૂપિયા થઈ ગયો હતો. આ હોવા છતાં, શેરે 2024 માં તેના શેરધારકોને 16 ટકા વળતર આપ્યું છે.