Year Ender 2024: વર્ષ 2024માં આ ક્રિકેટરોના થયા લગ્ન, એક ક્રિકેટર છે ગૌતમ ગંભીરનો ખાસ, જુઓ લિસ્ટ
Year Ender 2024: આ વર્ષે ઘણા ભારતીય અને વિદેશી ક્રિકેટરોએ લગ્ન કર્યા અને તેમની નવી ઇનિંગ શરૂ કરી હતી
Year Ender 2024: વર્ષ 2024 પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ વર્ષ ઘણા ક્રિકેટરોનું જીવન બદલાઇ ગયું છે. ઘણા ખેલાડીઓને મેદાન પર પોતાની કારકિર્દીને આગળ વધારવાનો મોકો મળ્યો, જ્યારે કેટલાક ખેલાડીઓએ આ વર્ષે મેદાનની બહાર નવી ઇનિંગની શરૂઆત પણ કરી હતી. આ વર્ષે ઘણા ભારતીય અને વિદેશી ક્રિકેટરોએ લગ્ન કર્યા અને તેમની નવી ઇનિંગ શરૂ કરી હતી.
તેમાંથી કેટલાક પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો છે તો કેટલાક ભારતીય ક્રિકેટરો છે. એવા કેટલાક ભારતીય ક્રિકેટરો છે જેમણે હમણાં જ પોતાની રમતમાં પોતાનું નામ બનાવવાનું શરૂ કર્યું છે અને IPLમાં પોતાની પ્રતિભા બતાવી છે. અમે તમને તે ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ જેમણે આ વર્ષે લગ્ન કર્યા છે.
આ ક્રિકેટરોએ આ વર્ષે લગ્ન કર્યા છે
ડેવિડ મિલર
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે આ વર્ષે લગ્ન કર્યા છે. તેણે કેપટાઉનમાં 10 માર્ચે તેની ગર્લફ્રેન્ડ કેમિલા હેરિસ સાથે લગ્ન કર્યા હતા. મિલર પાસે આ વર્ષને વધુ યાદગાર બનાવવાની તક હતી. તે પોતાની ટીમને પ્રથમ T20 વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી શક્યો હોત પરંતુ ફાઇનલમાં ભારતના સૂર્યકુમાર યાદવે શાનદાર કેચ લઈને તેની ઇચ્છાઓ પર પાણી ફેરવી દીધું હતું.
રાશિદ ખાન
પોતાની મિસ્ટ્રી સ્પિનથી દુનિયાભરમાં ઓળખ મેળવનાર રાશિદ ખાને પણ આ વર્ષે નિકાહ કર્યા હતા. 3 ઓક્ટોબરના રોજ રાશીદે કાબૂલમાં નિકાહ કર્યા હતા. રાશિદના બે ભાઈઓએ પણ એ જ દિવસે નિકાહ કર્યા હતા.
વેંકટેશ ઐય્યર
આ વર્ષે IPL-2025માં ત્રીજા સૌથી મોંઘા ખેલાડી એવા વેંકટેશ ઐય્યરે પણ લગ્ન કર્યા હતા. કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગૌતમ ગંભીરના ફેવરિટ ક્રિકેટરોમાંના એક વેંકટેશે 31 મેના રોજ શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે વેંકટેશને કોલકાતાએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
મોહસિન ખાન
આઈપીએલમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા ડાબા હાથના ફાસ્ટ બોલર મોહસીન ખાનને પણ આ વર્ષે નિકાહ કર્યા હતા. મોહસિનના નિકાહ 14 નવેમ્બરે થયા હતા. આવતા વર્ષે તેની પત્ની પણ તેને સ્ટેડિયમમાં ચીયર કરતી જોવા મળી શકે છે.
જિતેશ શર્મા
ભારત માટે ડેબ્યૂ કરનાર અને આઈપીએલમાં પોતાની શાનદાર વિકેટકીપિંગ અને તોફાની બેટિંગથી ચર્ચામાં આવનારા વિદર્ભના જિતેશ શર્માએ આ વર્ષે સગાઈ કરી લીધી છે. તેણે 8 ઓગસ્ટના રોજ શલાકા મખેશ્વર સાથે લગ્ન કર્યા હતા.
ચેતન સાકરીયા
IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે પોતાની બોલિંગથી પ્રભાવ પાડનાર ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાએ જૂલાઈમાં મેઘના જંબુચા સાથે લગ્ન કર્યા હતા.